Photos Of kings langley abandoned hertfordshire mansion
  • Home
  • Featured
  • હજુ સુધી કોઈ જાણી નથી શક્યું ‘ભૂતિયા હવેલી’નું રાજ, અડધી રાત્રે આખો પરિવાર ગૂમ થઈ ગયો!

હજુ સુધી કોઈ જાણી નથી શક્યું ‘ભૂતિયા હવેલી’નું રાજ, અડધી રાત્રે આખો પરિવાર ગૂમ થઈ ગયો!

 | 7:56 am IST

કેટલીકવાર આપણને એવું કંઈક જોવા મળે છે જે માનવું મુશ્કેલ લાગે છે. તેવી જ ઇંગ્લેન્ડમાં કિંગ લેંગલી ગામની એક નિર્જન હવેલી છે, જેની અંદર અને બહારની વાતો હેરાન કરી નાંખે એવી છે. ‘હર્ટફોર્ડશાયર મેનસન’ નામની આ હવેલી કોઈ ‘ભૂતિયા હવેલી’ કરતા ઓછી નથી લાગતી. અલબત્ત જો કોઈ ભૂલથી પણ અહીં આવે છે, તો તેની હાલત વધુ ખરાબ થઈ જશે.

આ નિર્જન હવેલીમાં ચેસ અને સ્નૂકર બોર્ડને જોતા એવું લાગે છે કે કોઈ રમી રહ્યું હતું, પરંતુ અચાનક તે રમતને અડધી છોડીને જતો રહ્યો અને કાયમ અહીંથી છટકી ગયો. આટલું જ નહીં હવેલીની બહાર ચાર-પાંચ મોંઘીદાટ ગાડીઓ પાર્ક કરવામાં આવી છે, પરંતુ તેમનો ભાવ પૂછવા માટે કોઈ નથી. તે ઘણાં વર્ષોથી ત્યાં જ છે. હાલમાં આ હવેલીની કિંમત આઠ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

આ હવેલીમાં આઠ બેડરૂમ, છ બાથરૂમ અને ચાર રિસેપ્શન રૂમ છે. જરૂરી બધી સુવિધાઓ છે, પરંતુ અહીં કોઈ રહેતું નથી. એવું લાગે છે કે વર્ષોથી તે નિર્જન છે. આ હવેલીની શોધ કરનાર વ્યક્તિએ કહ્યું કે, પ્રવેશદ્વાર સંપૂર્ણ રીતે ચીઠ્ઠીઓથી ભરેલું છે જેને કોઈએ પણ 2016થી સ્પર્શ નથી કર્યો. તો લાગે છે કે અહીં રહેતો પરિવાર ચાર વર્ષ પહેલા કોઈ કારણસર બધુ છોડીને ભાગી ગયો હોય.

સંશોધનકારના જણાવ્યા મુજબ હવેલીને જોઈને લાગે છે કે જાણે અહીં રહેતા લોકો અડધી રાતે ઉઠીને અચાનક કંઇ કર્યા વગર ભાગ્યા હશે. કપડાં જે રીતે બેડરૂમમાં રાખવામાં આવ્યા છે, તેવું લાગે છે કે તેઓ અહીંથી એક થેલી પણ નથી લઈ ગયા. તે અહીંથી એટલા ઝડપથી ભાગી ગયો હતા કે તેણે તેનું બ્રશ પણ લીધુ નથી.

સંશોધનકારે અહેવાલ આપ્યો કે તેમને લાગે છે કે અહીં રહેતા લોકો રશિયનો હતા. પરંતુ જમીન રજિસ્ટ્રી દસ્તાવેજો બતાવે છે કે હવેલી હવે આઈનહર્સ્ટ એન્ટરપ્રાઇઝની છે. આ હવેલી એક સવાલ બની ગઈ છે કે અહીં રહેતા લોકો અચાનક ઘર છોડીને કેમ ભાગ્યા હતા. જો કે તે સ્પષ્ટ નથી કે તે ઘરથી ભાગી ગયા હશે. તો પછી તેઓ ક્યાં ગયા? શું તેઓ હવેલીની અંદરથી ગાયબ થઈ ગયા હતા? આવા ઘણા પ્રશ્નો છે, જે હજી પણ એક રહસ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન