Photos Of National Museum of Indian Cinema
  • Home
  • Featured
  • Photos: અંદરથી શાનદાર છે દેશનું પહેલું સિનેમા સંગ્રહાલય, જોઇ લો આ ખાસ તસવીરો

Photos: અંદરથી શાનદાર છે દેશનું પહેલું સિનેમા સંગ્રહાલય, જોઇ લો આ ખાસ તસવીરો

 | 10:45 am IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં દેશનાં પ્રથમ સિનેમા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. આ સંગ્રહાલયમાં ભારતીય સિનેમાની ઝલક રજૂ કરવામાં આવી છે. આ મ્યૂઝિયમ ચાર વર્ષે લગભગ 140 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયું છે. આ મ્યૂઝિયમમાં ફિલ્મ નિર્માણ ટેકનોલોજીથી લઇને ભારતીય સિનેમાની 100 વર્ષની યાત્રા દર્શાવવામાં આવી છે. ફિલ્મકાર શ્યામ બેનેગલની અધ્યક્ષતામાં સંગ્રહાલય સમિતિ બનાવવામાં આવી હતી, જેના માર્ગદર્શનમાં આ ‘નેશનલ મ્યૂઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા’ને તૈયાર કરવામાં આવ્યું છે.

દેશનું આ પ્રકારનું આ પહેલું સંગ્રહાલય છે. આ બે ઇમારત ‘નવીન સંગ્રહાલય ભવન’ અને 19મી સદીનાં ઐતિહાસિક મહેલ ‘ગુલશન મહલ’માં આવેલું છે. આ સંગ્રહાલયમાં 4 પ્રદર્શન હૉલ છે, જેની કેટલીક ખાસિયતો છે. ગાંધી અને સિનેમા હૉલમાં લાગેલા પ્રદર્શનમાં ખાસ કરીને મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી ફિલ્મો છે. આનાં દ્વારા એ દર્શાવવાનાં પ્રયત્ન કરવામાં આવ્યા છે કે સિનેમા પર ગાંધીજીનાં જીવનનો કેવો પ્રભાવ પડ્યો છે.

બાલ ફિલ્મ સ્ટૂડિયો હૉલમાં બાળકોને ફિલ્મ પ્રોડક્શનની ટેકનિક, સાધનો અને કળા વિશે જાણવાની તક મળશે. આ હૉલમાં કેમેરા, લાઇટ, શૂટિંગ અને અભિનયથી જોડાયેલી જાણકારીઓ હશે. અહીં ભારતીય સિનેમાની 100 વર્ષની યાત્રા દર્શાવવામાં આવી છે જેને 9 ખંડોમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં ઉત્પત્તિ, ભારતમાં સિનેમાનું આગમન, ભારતીય મૂક ફિલ્મ, ધ્વનિની શરૂઆત, સ્ટૂડિયો યુગ, દ્વિતિય વિશ્વ યુદ્ધનો પ્રભાવ, રચનાત્મક જીવંતતા, ન્યૂ વેવ અને આ ઉપરાંત ક્ષેત્રીય સિનેમા સામેલ છે.