photos of singer meesha shafi said ali zafar court case
  • Home
  • Featured
  • PHOTOS: નાપાક પાકનો નફ્ફટ અભિનેતા, પતિ બહાર હોય ત્યારે આ અભિનેત્રીના ઘરમાં ઘુસીને…

PHOTOS: નાપાક પાકનો નફ્ફટ અભિનેતા, પતિ બહાર હોય ત્યારે આ અભિનેત્રીના ઘરમાં ઘુસીને…

 | 6:40 pm IST

પાકિસ્તાની સિંગર અને એક્ટર અલી ઝફર ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. અલી પર જાતીય શોષણનો આરોપ લગાવનારી મીશા શફીએ ફરી એકવાર તેના વિશે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. કોર્ટમાં મીશાએ કહ્યું કે અલીએ અનેક વખત તેની સાથે જાતીય શોષણ કર્યું છે.

અદાલતમાં નિવેદન આપતાં મીશાએ કહ્યું છે કે તેણે પહેલીવાર આવું કૃત્ય પોતાના સસરાનાં ઘરે કર્યું. કે જ્યાં હું મારા પતિ સાથે એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. કાર્યક્રમ દરમિયાન જ્યારે મારો પતિ મિત્રો સાથે બહાર ઉભો હતો ત્યારે અલીએ મને ઘરમાં પકડી લીધી. મીશાએ આ કેસ સાથે સંબંધિત તમામ ટ્વીટ્સ અને પુરાવા કોર્ટમાં રજુ કર્યા છે.

મીશાએ એમ પણ કહ્યું હતું કે આવી ઘટના બાદ ઘણા મહિનાઓ સુઘી તે આઘાતમાં હતી. મીશાએ ટ્વિટર પર કોર્ટની સુનાવણીની માહિતી આપી હતી. મીશાએ કહ્યું કે, મેં કોર્ટ સમક્ષ મારૂ નિવેદન રજૂ કર્યું છે. જો આ બધુ ખ્યાતિ અથવા પૈસા માટે હોય તો હું અહીં ન હોત.

મીશા શફીએ અલી સામે 2 અબજ રૂપિયાનો દાવો કર્યો છે. મીશાએ લાહોર કોર્ટમાં કેસ કર્યો છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અલી ઝફરે તેના પર પાયાવિહોણા અને ખોટા નિવેદનો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે મીશાએ અલી ઝફર પર આરોપ લગાવ્યો હતો કે, એક ખાનગી સ્ટુડિયોમાં તેની સાથે અલીએ દુર્વ્યવહાર કર્યો હતો. અલીએ અન્ય ઘણી મહિલાઓ સાથે પણ આવું વર્તન કર્યું છે. અલીએ મારી સાથે ઘણી વખત દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો જે મારા અને મારા પરિવાર માટે ખૂબ જ પીડાદાયક હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન