Photos: અનુષ્કા સાથે એવોર્ડ લેવા પહોંચ્યો કોહલી, આવો હતો પતિ-પત્નીનો અંદાજ - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: અનુષ્કા સાથે એવોર્ડ લેવા પહોંચ્યો કોહલી, આવો હતો પતિ-પત્નીનો અંદાજ

Photos: અનુષ્કા સાથે એવોર્ડ લેવા પહોંચ્યો કોહલી, આવો હતો પતિ-પત્નીનો અંદાજ

 | 9:38 am IST

BCCIનાં વાર્ષિક પુરસ્કાર સમારંભમાં ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને સતત બે સત્રમાં વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર હોવાની રીતે પૉલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવ્યો છે. શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2016-17 અને 2017-18માં જોરદાર પ્રદર્શન કર્યું હતુ. કોહલીએ ભારતીય ટીમનાં કોચ રવિ શાસ્ત્રીનાં હાથે આ ટ્રોફી ગ્રહણ કરી હતી. આ અવસર પર કોહલીએ કહ્યું કે, “આ એવોર્ડનું મહત્વ વધારે થઇ જાય છે કેમ કે આજે મારી પત્ની પણ અહીં હાજર છે.”

એવોર્ડ સમારંભમાં કોહલી સિવાય હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને દિનેશ કાર્તિક પણ હાજર હતા. કાર્તિક તેની પત્ની સાથે હાજર હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ગળાની ઇજાને કારણે કાઉન્ટી પણ રમી શક્યો નહતો અને અફઘાનિસ્તાન સામેની ઐતિહાસિક ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઇ ગયો છે.