Photos: પાયલ રોહતગી સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: પાયલ રોહતગી સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન

Photos: પાયલ રોહતગી સંગ્રામ સિંહ સાથે કરશે લગ્ન

 | 1:12 pm IST

અભિનેત્રી પાયલ રોહતગી અને પહેલવાન સંગ્રામ સિંહ સગાઇનાં 4 વર્ષ પછી હવે ટૂંક સમયમાં લગ્ન કરવા

ની તૈયારીમાં છે. સંગ્રામ સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, “6 વર્ષ સાથે રહ્યા પછી પાયલ સાથે આ વિંટર સીઝનમાં લગ્ન કરવાનું આયોજન છે.” તેમણે વધુમાં જણાવ્યું કે “અમે સગાઇનાં એક વર્ષની અંદર જ લગ્ન કરવા ઇચ્છતા હતા, પરંતુ વ્યસ્તતાને કારણે આવુ થઇ ના શક્યું અને લગ્નનું આયોજન પાછું ઠેલાતુ રહ્યું. હવે મને લાગે છે કે લગ્ન માટેનો ચોક્કસ સમય આવી ગયો છે.”

ઉલ્લેખનીય છે કે પાયલ રોહતગીએ વર્ષ 2000માં મિસ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ મિસ ટૂરિઝમ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પાયલે ફિલ્મ ‘યે ક્યા હો રહા હૈ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પાયલે બોલિવુડની ઘણી ફિલ્મો અને એડવર્ટાઇઝમાં કામ કર્યું છે.