Photos: Priyanka Chopra-Nick Jonas Delhi Grand Wedding Reception
  • Home
  • Photo Gallery
  • પ્રિયંકા-નિકના રિસેપ્શનની ભવ્યાતિભવ્ય તસવીરો, સાસરીવાળા પણ દેશી રંગમાં દેખાયા

પ્રિયંકા-નિકના રિસેપ્શનની ભવ્યાતિભવ્ય તસવીરો, સાસરીવાળા પણ દેશી રંગમાં દેખાયા

 | 7:23 am IST


જોધપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા બાદ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનસે દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી રાખી હતી. 4 ડિસેમ્બરના રોજ દિલ્હીની તાજ હોટલમાં ફેમિલી અને વીઆઈપી લોકો માટે રિસેપ્શન રાખ્યું હતું. આ પાર્ટીમાં નેતા અને અભિનેતા બંને લોકોએ હાજરી આપી હતી. પીએમ મોદી પણ ખાસ હાજર રહ્યા હતા.

આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડાએ સિલ્વર રંગનો લહેંગો પસંદ કર્યો હતો. તેની સાથે તેણે જ્વેલરીમાં હેવી નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ અને કડાં પહેર્યા હતા. વાળમાં તેણે ટ્રેડિશનલ ગજરાની જગ્યાએ સફેદ ગુલાબથી બનાવેલો ગજરો લગાવ્યો હતો.

આ ઓકેશન માટે નિક જોનસે બ્લેક પેન્ટ અને વેલવેટ લુકનું જેકેટ પસંદ કર્યું હતું. તેની સાથે તેણે સેમ ફેબ્રિકના શુઝ પહેર્યા હતા. વ્હાઇટ શર્ટની સાથે તેણે બ્લેક બો ટાઇ પહેરી હતી જે શાર્પ લુક આપી રહી હતી.

ટ્રેડિશન લુકમાં પ્રિયંકા ચોપડા ખૂબ જ સુંદર લાગતી હતી. પતિ નિક જોનસ વેસ્ટર્ન લુકમાં એકદમ પરફેકટ દેખાતો હતો. પ્રિયંકા અને નિકના ફેમિલી સાથેનો ફોટો એકદમ હટકે લાગતો હતો.