PHOTOS: રણબીર-આલિયા ફરી એક સાથે એક જ કારમાં નજરે ચઢ્યા - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PHOTOS: રણબીર-આલિયા ફરી એક સાથે એક જ કારમાં નજરે ચઢ્યા

PHOTOS: રણબીર-આલિયા ફરી એક સાથે એક જ કારમાં નજરે ચઢ્યા

 | 10:51 pm IST


રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ બંને કેટલીય જગ્યાએ સાથે જોવા મળે છે. આ જોડી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાવાની છે. બંને હાલ આ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ દરમ્યાન તેમણે એક જ કારથી સેટ પર પહોંચતા દેખાયા.

તાજેતરમાં રણબીરને જ્યારે આલિયા સાથેના અફેયરના સમાચારની સચ્ચાઇ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે આ બિલકુલ નવું છે. આલિયાએ આ અંગે મીડિયાને કહ્યું હતું કે તે આ પ્રશ્નનો જવાબ હા માં દઇ શકે છે કે ના માં. આ બધાની વચ્ચે બંને રિલેશનશીપમાં હોય તેવી શકયતા છે. રણબીરની બહેન રિદ્યીમાએ થોડાંક દિવસ પહેલાં જ એક શાનદાર ગિફ્ટ આલિયાને મોકલી હતી. તાજેતરમાં જ બંને મહેબૂબ સ્ટુડિયો બ્રહ્માસ્ત્રના શુટિંગ માટે પહોંચ્યા હતા. આ દરમ્યાન અમિતાભ બચ્ચન પણ નજર આવ્યા. આ ફિલ્મમાં બંને પહેલી વખત એકસાથે દેખાશે.