Snakes get Toilt
  • Home
  • Featured
  • મહિલા ટોયલેટમાં દેખાયો 1.2 મીટર લાંબો સાંપ, જાણો પછી થયું એવું કે…

મહિલા ટોયલેટમાં દેખાયો 1.2 મીટર લાંબો સાંપ, જાણો પછી થયું એવું કે…

 | 3:55 pm IST

ટોયલેટ સીટ પર બેઠા છો તો ફરી એકવખત ચેક કરી લેજો. આ વૉર્નિંગ ઑસ્ટ્રેલિયાના એક સ્નેક કેચર્સ ગ્રૂપે જાહેર કરી છે. જો કે વાત એમ હતી કે ઑસ્ટ્રેલિયાના ક્રેયંસ સ્નેક રિમુવલિસ્ટે મહિલા ટોયલેટથી એક 1.2 મીટરનો ઝેરીલો સાપ પકડયો. ક્રેયંસ સ્નેક રિમુવલિસ્ટે 2 સપ્ટેમ્બરના રોજ આ ઘટનાની તસવીરોને ફેસબુક પેજ પર શેર કરી છે. તેમાં કહ્યું કે દર વર્ષે શુષ્ક ઋતુમાં ટોયલેટમાંથી સાંપ પકડવામાં આવે છે. આથી ટોયલેટ સીટ પર બેસતા પહેલાં સાવધાન થઇ જજો. ક્રેયંસ સ્નેક રિમુવલિસ્ટની આ પોસ્ટ જોરદાર વાયરલ થઇ રહી છે. તેમાં લોકો પોત-પોતાના અનુભવ શેર કરી રહ્યાં છે.

ક્રેયંસ સ્નેક રિમુવલિસ્ટને સ્થાનિક ક્ષેત્રમાંથી કોલ આવ્યો કે મહિલા ટોયલેટમાં પાણીવાળો સાપ દેખાયો છે. સાપ એટલો મોટો હતો કે જોઇને બધા હેરાન હતા. મહિલાએ સાપ અંગે માહિતી આપતા કહ્યું કે ટોયલેટ સીટ અને નીચે પાઇપમાં સાપ છુપાયેલા છે. ત્યારબાદ સ્થળ પર ટીમ પહોંચી. સ્નેક કેચર ટીમે કહ્યું કે સાપને પકડી લીધો છે અને તેને જંગલમાં છોડી દીધો.