Photos: Taimur Ali Khan Pre Birthday Party Celebration
  • Home
  • Featured
  • Photos: તૈમૂર અલી ખાનની પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્સ પહોંચ્યા

Photos: તૈમૂર અલી ખાનની પ્રી-બર્થ ડે સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્સ પહોંચ્યા

 | 12:23 pm IST


સ્ટાર કિડ્સમાં સૌથી અવ્વલ નંબર પર પોતાની પોપ્યુલારિટી નોંધાવનાર તૈમુર અલી ખાન આવનાર 20મી ડિસેમ્બરના રોજ બે વર્ષનો થશે. એવામાં આ ખાસ અવસર પર તેમના પરિવારે તેના માટે એક પ્રી-બર્થ ડે સેલિબ્રેશન કર્યું. જેમાં કપૂર અને પટોડી પરિવાર સાથે જોડાયેલા કેટલાંય લોકો હાજર રહ્યા. આ પાર્ટીમાં જાણીતા સ્ટારકિડ્સનો જમાવડો જોવા મળ્યો. તૈમૂરની બર્થડે પાર્ટીમાં બબીતા કપૂર, તેની માસી કરિશ્મા કપૂર, એક્ટ્રેસ અમૃતા અરોરા સહિત કેટલાંય લોકો પહોંચ્યા.

આ પાર્ટીમાં કુણાલ ખેમુ, સોહા અલી ખાન, ઇનાયા નૌમી ખેમુ, સબા અલી ખાન, અને રણધીર કપૂર દેખાયા. તેની સાથે જ રણવિજય સિંહ પણ પોતાની પત્ની અને દીકરી સાથે જોવા મળ્યા.

આપને જણાવી દિએ કે ગયા વર્ષે સૈફ અલી ખાન અને કરીના કપૂરે તૈમૂરના જન્મદિવસની પાર્ટી પટોડી પેલેસમાં રાખી હતી. જ્યાં કપૂર અને પટોડી પરિવાર સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા તેમના મિત્રો હાજર રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન