Photos : પોતાના બર્થડે પર કાજોલની બહેને ખાસ તસવીરો કરી શેર - Sandesh
NIFTY 10,539.95 -25.35  |  SENSEX 34,363.99 +-63.30  |  USD 66.0050 +0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : પોતાના બર્થડે પર કાજોલની બહેને ખાસ તસવીરો કરી શેર

Photos : પોતાના બર્થડે પર કાજોલની બહેને ખાસ તસવીરો કરી શેર

 | 7:06 pm IST

જાણીતી અભિનેત્રી કાજોલનાં જીવનમાં તેના પતિ અજય દેવગન, તેનાં બાળકો અને કરિયર સિવાય એક બીજી વ્યક્તિ પણ છે, જેનું તેનાં જીવનમાં ખાસ મહત્વ છે. આ કોઇ બીજું નહીં પરંતુ તેની બહેન તનીષા મુખર્જી છે. તનીષાનો આજે 3 માર્ચે જન્મદિવસ છે. જ્યાં રોજબરોજ અભિનેત્રીઓ પોતાની તસવીરો પોતાના ફેન્સને બતાવે છે, ત્યારે કાજોલ આ બધાથી દૂર રહે છે. જો કે તનીષા કાજોલની સરખામણીએ અલગ છે. તે ફિટનેસને લઇને સજાગ છે. તનીષા અવાર-નવાર પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. બોલિવુડમાં એક્ટિંગ ક્ષેત્રે કિસ્મત અજમાવી ચૂકેલી તનીષા ફિલ્મ ‘નીલ એન્ડ નિકી’ ફિલ્મમાં બૉલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આગળની તસવીરોમાં જુઓ કાજોલ કરતા કઇ રીતે અલગ છે તેની બહેન તનીષા.