Photos: ઐશ્વર્યા રાયના હાથમાં લાગી લાલુના દીકરાના નામની મહેંદી - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ઐશ્વર્યા રાયના હાથમાં લાગી લાલુના દીકરાના નામની મહેંદી

Photos: ઐશ્વર્યા રાયના હાથમાં લાગી લાલુના દીકરાના નામની મહેંદી

 | 12:39 pm IST


લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવ અને વહુ ઐશ્વર્યા રાયની તસવીરો આવી ચૂકી છે. 12મી મેના રોજ બંનેના લગ્ન થવાના છે. આ મહેંદી સેરેમનીમાં વહુ ઐશ્વર્યા લીલા રંગના લહેંગામાં જોવા મળી. જ્યારે તેજ પ્રતાપ વ્હાઇટ એન્ડ પર્પલ કુર્તા અને પીળા રંગના નેહરૂ જેકેટમાં દેખાયો. આ અવસર પર આખો યાદવ પરિવાર સામેલ થયો હતો. લગ્નમાં સામેલ થવા માટે લાલુ પ્રસાદને પેરોલ આપવામાં આવ્યા છે જેથી તેઓ લગ્નના ફંકશન્સમાં સામેલ રહેશે. આની પહેલાં લાલુ યાદવ સગાઇ દરમ્યાન હોસ્પિટલમાં હતા.

મહેંદી રસમ દરમ્યાન તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાય અલગ-અલગ સ્ટેજ પર દેખાયા. સ્ટેજને ખૂબ જ સુંદર રીતે સજાવામાં આવ્યું હતું. રાબડી દેવીની સાથે તેમની 7 દીકરીઓ જોવા મળી હતી.