Photos: ફ્લાઇંગ કિસ આપીને અનુષ્કાએ વિરાટ કોહલીને કર્યો ચિયર - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ફ્લાઇંગ કિસ આપીને અનુષ્કાએ વિરાટ કોહલીને કર્યો ચિયર

Photos: ફ્લાઇંગ કિસ આપીને અનુષ્કાએ વિરાટ કોહલીને કર્યો ચિયર

 | 9:42 am IST


અનુષ્કા શર્મા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સુઇ-ધાગાના શુટિંગમાં વ્યસ્ત છે, પંરતુ જેવો સમય મળે છે તો વિરાટ કોહલીની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા પહોંચી જાય છે. તાજેતરમાં અનુષ્કા આરસીબીની તરફથી રમતા વિરાટ કોહલીને ચિયર કરવા પહોંચી હતી. અનુષ્કાએ અહીં કિંગ્સ ઇલેવન પંજાબની માલકિન પ્રીતિ જિંટા સાથે પણ મુલાકાત કરી હતી. પ્રીતિ અને અનુષ્કાનું સ્પેશ્યલ ટ્યુનિંગ કેમેરામાં દેખાતું હતું.

બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે રમાઇ હતી. આરસીબીની પહેલી જીતમાં અનુષ્કાને વિરાટનો લકી ચાર્જ મનાય છે. અનુષ્કાએ મેદાન પર રમતા વિરાટ કોહલીને એક ફ્લાઇંગ કિસ મોકલી હતી. આ દરમ્યાન ડીવિલિયર્સની તોફાની ઇનિંગ્સને પણ અનુષ્કારએ ખૂબ એન્જોય કર્યું.