Photos: Vladimir Putin’s Holiday Home Is Unbelievably Lavish
  • Home
  • Photo Gallery
  • પુતિનના ભવ્યાતિભવ્ય સિક્રેટ પેલેસની એક તસવીરી ઝલક, સોનાનો તો સ્વિમિંગ પુલ!

પુતિનના ભવ્યાતિભવ્ય સિક્રેટ પેલેસની એક તસવીરી ઝલક, સોનાનો તો સ્વિમિંગ પુલ!

 | 11:00 am IST

રશિયાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસની દુનિયાભરમાં ચર્ચા થઇ. પરંતુ શું તમને ખ્યાલ છે રશિયાના રાષ્ટ્રપતિની લાઇફસ્ટાઇલ અંગે. તો આવો અમે તમને તેના અંગે વિગતે જણાવી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્દાલિમીર પુતિન પોતાના ફિટનેસની સાથોસાથ લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે પણ ઘણા ચર્ચામાં રહે છે. પુતિનના આમ તો કેટલાંય આલીશાન મહેલ છે. પરંતુ રિપોર્ટસનું માનીએ તો પુતિનનો સિક્રેટ મહેલ કોઇ સપનાના મહેલથી કમ નથી. અમે તમને પુતિનના સિક્રેટની મહેલની એક તસવીરી ઝલક કરાવીએ. આ મહેલમાં 3ડી ડિજિટલ રેન્ડિંગથી લઇ ગોલ્ડ પ્લેટેડ ટાઇલ્સથી બનેલ સ્વિમિંગ પુલ તો એક ઝલક છે.

આ સિક્રેટ મહેલનું નામ વિલ્લા સેલગ્રેન તરીકે ઓળખાય છે. આ મહેલ રૂસ બોર્ડરથી અંદાજે 12 માઇલના અંતરે Lodochny આઇલેન્ડ પર બનેલું છે. આ મહેલનું ઇન્ટિરિયર જોવા લાયક છે. આ આલીશાન મહેલને લઇ ઘણો વિવાદ પણ થયો હતો. જો કે પુતિન સામાન્ય રીતે કયા રહે છે તેની સ્પષ્ટ માહિતી કોઇની પાસે નથી. રૂસી મીડિયાના મતે આ મહેલ પહેલાં 1980મા સોવિયત પ્રોડ્યુસ્ડ શેરલોક હોમ્સ ટીવી સીરીઝ માટે ઉપયોગ થતો હતો. ત્યારબાદ નવી રીતે બનાવાયો. પુતિન વર્ષમાં કેટલોક સમય અહીં પસાર કરે છે. કહેવાય છે કે પહેલા જગ્યા વૃક્ષોથી ઘેરાયેલી હતી. પરંતુ મહેલ બનાવા માટે આ જગ્યા પરથી વૃક્ષો કાપવામાં આવ્યા હતા.

આ મહેલમાં કોઇને પણ જવાની મંજૂરી નથી. આ મહેલની સુરક્ષા માટે રૂસની ફેડરલ પ્રોટેકશન સર્વિસ ચોવીસ કલાક તૈનાત રહે છે. એ પણ દાવો કરાયો છે કે આ સિક્રેટ મહેલમાં બિલિયર્ડ રૂમ, સૌના અને ડબલ હેડેડ ઇગલ ઓવરકુલિંગ સ્ટડી પણ છે. પુતિનના બીજા મહેલાઓમાંથી એક ઘર અલ્તાઇ પર્વતો પર છે. અહીં એક St. Petersburgની નજીક અને બીજું Gelendzhik નામનું ઘર બ્લેક-સી પર છે.

કહેવાય છે કે પુતિન પહેલી વખત પ્રેસિડન્ટ બન્યા ત્યારબાદથી જ પુતિને સિક્રેટ મહેલ બનાવાનું શરૂ કરી દીધું છે. આ મહેલને બનાવામાં 1 અબજ ડોલરનો મોટો ખર્ચ કરાયો છે તેવું સૂત્રોનું કહેવું છે. જેમાં પબ્લિકના પૈસા પણ સામેલ હતા. જો કે હજુ આ અંગે કયારેય સ્પષ્ટતા થઇ નથી કે આ મહેલ કેમ બનાવામાં આવ્યો અને કેટલો ખર્ચ થયો.

આ સિક્રેટ મહેલમાં સુંદર ગાર્ડન, પ્રાઇવેટ થિયેટર, ઓછામાં ઓછા 3 હેલિકોપ્ટર લેન્ડિંગ થવાની જગ્યા અને સિક્યોરિટીની રહેવાની જગ્યા પણ હાજર છે.