Photos: દીકરી સુહાના અને પત્ની ગૌરી સાથે KKRને ચીયર કરવા પહોંચ્યો શાહરૂખ - Sandesh
NIFTY 10,614.35 +29.65  |  SENSEX 34,616.64 +165.87  |  USD 66.3750 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: દીકરી સુહાના અને પત્ની ગૌરી સાથે KKRને ચીયર કરવા પહોંચ્યો શાહરૂખ

Photos: દીકરી સુહાના અને પત્ની ગૌરી સાથે KKRને ચીયર કરવા પહોંચ્યો શાહરૂખ

 | 1:08 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2018નો આરંભ 7 એપ્રિલથી થઇ ચુક્યો છે. આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાનો પ્રથમ મુકાબલો પોતાના હૉમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન પર રમ્યો હતો. અહીં ટીમને ચીયર કરવા ટીમનાં માલિક શાહરૂખ ખાન પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની સાથે તેમની દીકરી સુહાના ખાન પણ જોવા મળી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને ચીયર કરવા અભિનેતા સંજય કપૂર પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ ગર્લ ગેંગ સાથે કોલકાતાને ચીયર કરતી જોવા મળી હતી.

શાહરૂખ ખાનની ટીમ અત્યાર સુધી 2 વાર આઇપીએલ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે. બંને વખતે ટીમની કમાન ગૌતમ ગંભીરનાં હાથમાં હતી. આ વખતે ગૌતમ ગંભીર દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમી રહ્યો છે. તો કોલકાતાએ દિનેશ કાર્તિકનાં હાથમાં ટીમની કમાન સોંપી છે.