PI Ajay Desai charged with killing her wife Sweety Patel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PI અજય દેસાઇએ પત્ની સ્વીટીની ગળું દબાવી કરી હત્યા, કોંગ્રેસના નેતા સાથે મળી લાશને સળગાવી હતી

PI અજય દેસાઇએ પત્ની સ્વીટીની ગળું દબાવી કરી હત્યા, કોંગ્રેસના નેતા સાથે મળી લાશને સળગાવી હતી

 | 7:29 am IST
  • Share

વડોદરા જિલ્લાના ચકચારી સ્વીટી પટેલ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ.દસાઇના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે ફરી મકાનની ઝીણવટભરી તપાસ કરી હતી. જેમાં પી.આઇ. દેસાઇના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. આ કેસમાં આજે 49 દિવસે નવો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટી પટેલનો પીઆઈ પતિ અને મિત્ર આરોપી નીકળ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે એફએસએલની મદદ લઇ લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરીહતી. આરોપી પીઆઈ દેસાઇ ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ સ્વીટીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો. દેસાઇએ 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે બન્નેને સાથે રાખી શકતો ના હોવાથી આરોપી સ્વીટીની હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી હતી. હત્યા કર્યા બાદ સ્વીટીની લાશ કારમાં દહેજ પાસેના અટાલી ગામ પાસે આવેલા કોંગ્રેસાના હારેલા ઉમેદવાર કિરીટસિંહ જાડેજાની બંધ હોટેલના ખૂણાના ભાગે લાશ સળગાવી દીધી હતી. ત્યારબાદ સ્વીટી લાપતા થઇ હોવાની થીયરી તૈયાર કરીને સ્વીટીના ભાઇને જાણ કરી હતી.

વડોદરા જિલ્લા પોલીસને આ કેસમાં કોઇ કડી ના મળતા આ કેસ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારી સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા હતા. તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ડીપીચુડાસમાને સોંપાઇ હતી. ત્યારબાદ અમદાવાદની ટીમ કરજણ ખાતે પહોંચી હતી અને અત્યાર સુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.વાય.એસ. પી.કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. ત્યારબાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો. ક્રાઇ બ્રાન્ચે તપાસ હાથ પર લીધા બાદ રહસ્યમય ગુમ સ્વીટી પટેલના પતિ PI એ.એ.દેસાઇના કરજણ સ્થિત મકાનનું પંચનામું કર્યું હતું. ત્યારબાદ ટીમ દહેજના અટાલી ખાતેની બંધ હોટલ ખાતે પહોંચી હતી અને જે સ્થળેથી માનવ હાડકાં મળ્યા હતા એ જગ્યા અને મકાનનું પંચનામું કર્યું હતું. આ અંગે પતિ અજય દેસાઇએ મિત્ર કિરીટસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહ બરાબર સળગ્યો કે નહીં ? તેની ખાતરી કરવા આરોપી જાડેજા રૂબરૂ ગયો

સ્વીટી પટેલની મોડીરાતે ઠંડે કલેજે હત્યા કર્યા બાદ લાશને ઠેંકાણે પાડવાનું ઓપરેશન દેસાઇએ ૧૬ કલાક બાદ હાથમાં લીધું હતું. આધારભુત સૂત્રોના કહેવા મુજબ, તા.5 જુને સાંજે 5 વાગે દેસાઇ કારમાં મૃતદેહને નાંખી અટાલી ખાતેની અવાવરૃ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં પહેલાથી જ કિરીટસિંહ હાજર હતો. દેસાઇએ નજીકમાં પડેલાં લાકડા ઉઠાવી તેનો ઢગલો કર્યો હતો. જેના પર સ્વીટીના મૃતદેહને મુકી જ્વલનશીલ પ્રવાહીની મદદથી સળગાવી દીધો હતો. બીજા દિવસે સવારે આરોપી કિરીટસિંહે સ્થળ પર જઈ મૃતદેહ બરાબર સળગ્યો કે નહીં ? તેની ખાતરી કરી હતી. બીજી ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે, સ્વીટીના મૃતદેહનો નિકાલ કરતા પહેલાં આરોપી દેસાઇએ બેથી ત્રણ વખત સ્થળની મુલાકાત લીધી હતી.

સ્વીટી પટેલ હત્યાનો ઘટનાક્રમ

4 જુનની રાત – અજય દેસાઇ અને સ્વીટી પટેલ વચ્ચે લગ્ન મુદ્દે તકરાર
5 જુન 12:30 AM – અજયે ગળુ દબાવી સ્વીટીની હત્યા કરી, મૃતદેહ મકાનના ઉપરના બેડરૃમમાં મુક્યો
5 જુન 10:45 AM – જીપ કાર કમ્પાઉન્ડમાં રિવર્સ લઇ અજયે લાશ ડેકીમાં મુકી
5 જુન 04:00 PM – કિરીટસિંહની મદદ લઈ અજય અટાલીના બંધ હોટલ પાછળ જઈ લાશ સળગાવી
6 જુન 11:30 AM – અજયે તેના સાળા જયદીપને સ્વીટી ગુમ થઈ હોવાની ફોન પર જાણ કરી
11 જુન – કરજણ પોલીસ સ્ટેશનમાં બહેન ગુમ થયાની જાણ ભાઇએ કરી
5 જુલાઈ – SP સુધીર દેસાઇએ તપાસ ડભોઈ ડિવિઝનના DySP કલ્પેશ સોલંકીને સોંપી
9 જુલાઈ – LCBની ટીમને અટાલીની સીમના બંધ બિલ્ડિંગ પાછળથી બળેલા હાડકાંના ટુકડા મળ્યાં
18 જુલાઇ – ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમને સોંપી
24 જુલાઇ – અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 49 દિવસથી ચકચાર સ્વીટી પટેલ કેસનો ભેદ ઉકેલ્યો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો