સુરત : BRTS કોરિડોરમાં ગાડી હંકારવી PIને ભારે પડ્યું, સસ્પેન્ડ કરાયા - Sandesh
NIFTY 10,742.05 -30.00  |  SENSEX 35,466.49 +-80.84  |  USD 68.2200 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરત : BRTS કોરિડોરમાં ગાડી હંકારવી PIને ભારે પડ્યું, સસ્પેન્ડ કરાયા

સુરત : BRTS કોરિડોરમાં ગાડી હંકારવી PIને ભારે પડ્યું, સસ્પેન્ડ કરાયા

 | 2:31 pm IST

સુરતમાં BRTS કોરિડોરમાં કાર હંકારવાનું એક PIને ભારે પડ્યું હતું. PI એમ.આર. નકુમને તેમના આ નિયમભંગને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના પોલીસ કમિશનર સતિષ શર્માએ તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લઈને તેમને સસ્પેન્ડ કર્યાં છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક પોલીસ ઓફિસર બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવતા દેખાયા હતા. આ વીડિયો સુરતના જહાંગીરપુરાનો છે. સુરતના ટ્રાફિક શાખામાં PI એમ.આર.નકુમે BRTS કોરિડોરમાં કાર હંકારી હતી. જેમાં એક નાગરિકે તેમને પકડી પાડ્યા હતા. આ નાગરિકે તેમને ટ્રાફિકના પાઠ ભણાવ્યા હતા. તેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સુરત પોલીસ વિભાગમાં આ વીડિયોને બહુ જ ગંભીરતાથી લેવાયો હતો. જેને પગલે સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ પીઆઈ એમ.આર. નકુમને સસ્પેન્ડ કર્યા હતા અને આ અંગે વધુ તપાસ કરવા આદેશ આપ્યા છે.