PI transfer from East Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પૂર્વમાંથી બદલી થયેલા PIનો ‘ઊતર્યો અમલદાર કોડીનો’ જેવો ઘાટ ઘડાયો

પૂર્વમાંથી બદલી થયેલા PIનો ‘ઊતર્યો અમલદાર કોડીનો’ જેવો ઘાટ ઘડાયો

 | 9:00 am IST
  • Share

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરજ બજાવીને થોડા દિવસ પહેલાં જ એક PIની અન્ય જીલ્લામાં બદલી થઇ હતી. મકાન માલિકે તેમની બદલી થતાંની સાથે જ તાત્કાલિક અસરથી ખાલી કરવા માટે કહી દેતાં PI દુવિધામાં આવી ગયા છે. મકાન શોધવા લાગી ગયા છે. જોકે આ અધિકારી પાસે અઢી કરોડનો બંગલો પણ છે. પરંતુ ઉતર્યો અમલદાર કોડીનો કહેવાય તે કહેવતને સાર્થક કરતી ઘટના આ ઁૈં સાથે બનતાં તેઓ દુઃખી થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ અધિકારીનું પૂર્વ વિસ્તારમાં પોસ્ટિંગ હતું ત્યારે દબદબો હતો અને શહેરના નામાંકિત બિલ્ડરો તેમના પોલીસ સ્ટેશનમાં બેસતા હતા. તેઓ પણ વટ કે સાથ બિલ્ડરોની ઓફિસે જઇને મોજશોખ કરતા હતા. પરંતુ તેમની આ હાલત જોઇને તેઓ મનોમન નાસીપાસ થઇ ગયા હોવાની પોલીસબેડામાં જ ચર્ચા ચાલી રહી છે. પોલીસ બેડામાં તો એવી પણ ચર્ચા છે કે, તે જે બિલ્ડરો સાથે રોજ ઉઠકબેઠક કરતા હતા તેમને પણ તેઓ મકાન માટે આજીજી કરી રહ્યા છે.

હોમગાર્ડમાં પણ મલાઇદાર પોસ્ટિંગ માટે અધિકારીઓના ખિસ્સા ગરમ કરવા પડે છે

અમદાવાદ શહેરમાં કેટલાક ઇમાનદાર હોમગાર્ડ જવાનોની હાલત કફોડી બન રહી  છે. કારણકે હોમગાર્ડ ડિપાર્ટમેન્ટના કેટલાક ભ્રષ્ટ ડિવિઝન ઓફિસર્સે નાઇટ ડયૂટીમાં નોકરી ન હોય છતાં હાજરી પૂરાઇ જાય છે. જોકે આ રીતે હાજરી પૂરાવવા માટે હોમગાર્ડના એેક જવાને તેમના ડિવિઝનલ ઓફિસરને મહિને ત્રણ હજાર રૃપિયા આપવા પડતાં હોવાની ચર્ચા હોમગાર્ડ જવાનોમાં ચાલી રહી છે. આ ઉપરાંત હોમગાર્ડના જવાનોને પોલીસની ગાડીમાં તેમજ મલાઇદાર પોઇન્ટમાં રહેવા માટે પણ બહુ પૈસા ચૂકવવા પડતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ટ્રાફિકના પણ ઉઘરાણું મળતા હોય તેવા પોઇન્ટ પર ઉભા રહેવા માટે પણ રોજના ૩૦૦ રુપિયા ચુકવવા પડતા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધીની હોસ્પિટલના કલરકામનું ચેકિંગ કરવા ACPએ પોલીસકર્મીને તૈનાત કર્યા

શહેરના એક એસીપીના સંબંધીએ થોડા સમય પહેલાં અમદાવાદથી થોડે દૂર એક પોશ વિસ્તારમાં મોટી આલિશાન હોસ્પિટલ તૈયાર કરી છે. હાલમાં હોસ્પિટલનું મોટાભાગનું રિનોવેશન પૂર્ણ થઈ ગયું છે અને હવે કલરકામ ચાલી રહ્યું છે. નવાઈની વાત એ છે કે, આ એસીપી અમદાવાદથી કલર લઈને બે પોલીસ કર્મચારીઓને હોસ્પિટલ ખાતે મોકલે છે. જ્યાં સુધી કારીગરો કામ કરે ત્યાં સુધી બન્ને પોલીસ કર્મચારીઓેને બેસાડી રાખતા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ આ એસીપીએ તેમના નીચે આવેલ રેલો બીજા એક પીઆઇ નીચે સળી કરી દેતા પીઆઇ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાયો હતો, પરંતુ આ એસીપીની તપાસ રફ્ેદફ્ે થઈ ગઈ હતી.

મંત્રીમંડળ બદલાતા અનેક PIનું પસંદગીની જગ્યાના પોસ્ટિંગનું સપનું રોળાયું

સીએમ અને મંત્રીમંડળ બદલાતા અમદાવાદ શહેરના અનેક પીઆઈને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કેટલાક પીઆઈએ રાજકીય વગ મારફ્તે પસંદગીની જગ્યાએ ઓર્ડર કરાવવા ઉચ્ચ આઇપીએસ અધિકારીઓને રજૂઆત કરાવી હતી. જોકે, ઓર્ડર થાય તે પહેલાં મંત્રીમંડળ બદલાતા ઉચ્ચ પોલીસ અધિકારીએ પસંદગીની જગ્યાના ઓર્ડર કરવાનો નિર્ણય મોકૂક કરી દીધો છે. જેથી પીઆઈઓ હવે નવા મંત્રીમંડળમાં ઓળખાણ શોધીને બદલી કરાવવાનો કારસો ઘડી રહ્યા છે. કેટલાક પીઆઈએ તો મલાઈદાર પોસ્ટિંગ લેવા પૈસાની પણ વ્યવસ્થા કરી રાખી હતી. જોકે હવે આ પોસ્ટિંગ નહીં મળે તેની ચિંતમાં ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓએ તો અડધી રકમ આપી પણ દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો