PICS: દુબઈની 75 માળની ઈમારતમાં આગ, વિસ્ફોટોના અવાજ વચ્ચે ફાયર બ્રિગેડે લગાવી `જાન કી બાજી' - Sandesh
  • Home
  • World
  • PICS: દુબઈની 75 માળની ઈમારતમાં આગ, વિસ્ફોટોના અવાજ વચ્ચે ફાયર બ્રિગેડે લગાવી `જાન કી બાજી’

PICS: દુબઈની 75 માળની ઈમારતમાં આગ, વિસ્ફોટોના અવાજ વચ્ચે ફાયર બ્રિગેડે લગાવી `જાન કી બાજી’

 | 11:11 am IST

દુબઈના ગીચ વસતિ ધરાવતાં મરીના જિલ્લાની 75 માળની ઈમારતમાં બુધવારે બપોરે 2.48 વાગે આગ ફાટી નીકળતાં ગભરાટ ફેલાયો હતો. જોકે ફાયર બ્રિગેડે પ્રશંસીય કામગીરી બજાવી આગને નિયંત્રણમાં લીધી હતી. 75 માળની નિવાસી ઈમારત સફાલા ટાવરના 35માં માળે કોઈક કારણસર આગ ફાટી નીકળી હતી. જોકે આગ લાગવાની ચેતવણી આપતું અલારામ વાગતાં જ લોકો બહાર દોડી આવ્યા હતાં. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હળવા પવનની લહેર અને સ્વચ્છ આકાશ તેમજ 40 ડિગ્રી ગરમીને કારણે આગે ઝડપથી અન્ય માળને પણ તેની ઝપટમાં  લીધા હતા તથા 30 માળ આગની જવાળાઓમાં લપેટાઈ ગયા હતાં. આગના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક દોડી આવ્યું હતું અને તમામ હજારો પરિવારો બહાર કાઢ્યા હતા તથા આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના કેટલાક કર્મચારીઓ ઈમારતની બાલ્કનીમાં લટકીને આગ ઓલવતા જોઈ શકાતા હતાં. ટાવરમાં રહેતાં એક રહીશે જણાવ્યું હતું કે દ્રશ્ય ખુબ જ બિહામણું હતું. વિસ્ફોટોના અવાજ પણ સંભળાતા હતા અને આસપાસના વિસ્તારમાં કાટમાળ વેરવિખેર પડ્યો હતો. દુબઈમાં આ ઈમારત 23મી અને વિશ્વમાં 127મી સૌથી ઊંચી ઈમારત છે

ફાયર બ્રિગેટ અને પોલીસે 285 મીટર ઊંચી ઈમારતની આસપાસના વિસ્તારને સીલ કર્યો હતો અને આસપાસના વિસ્તારમાંથી આવતાં ટ્રક ડ્રાઈવરોને અન્ય વૈકલ્પિક માર્ગ પસંદ કરવાની તાકીદ કરાઈ હતી. કારણે ઇમારતની આસપાસના રસ્તાઓનો ફક્ત ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ માટે જ ઉપયોગ કરાતો હતો