PICS: યુએસના વિમાનોએ ખાધુ ગોથું, માસુમ 35 બાળકો પર કરી બોમ્બ વર્ષા - Sandesh
  • Home
  • World
  • PICS: યુએસના વિમાનોએ ખાધુ ગોથું, માસુમ 35 બાળકો પર કરી બોમ્બ વર્ષા

PICS: યુએસના વિમાનોએ ખાધુ ગોથું, માસુમ 35 બાળકો પર કરી બોમ્બ વર્ષા

 | 12:51 pm IST

સીરિયામાં અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના  આતંકીઓ સમજીને ભૂલથી સામાન્ય-નિર્દોષ નાગરિકા પર બોમ્બ વર્ષા કરી હતી. એક ગામ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં 35 બાળકો સહિત 117 નાગરિકોના મોત થયા છે.  અમેરિકાના વડપણ હેઠળના સાથી દેશોના યુદ્ધ વિમાનોએ 19 જુલાઈએ માંબિલના અલતોખર ગામ પર ક્લસ્ટર બોમ્બ વરસાવ્યાં હતા,  બોમ્બમારાના સ્થળે 200થી વધુ લોકો એકઠા થયા હતા.

માંબિઝના સોશિયલ વર્કર અદનાન અલ-હુસૈને જણાવ્યું કે 117 લોકોનાં મોત થયા છે.  મૃતકોમાં 73 સામાન્ય નાગરિક હતા. 35 બાળકો અને 20 મહિલાઓનાં મોત થયા છે.  મોટાભાગનાં મૃતદેહો સંપૂર્ણ ભળી ગયા છે.

 બ્રિટન સ્થિત મોનિટરિંગ ગ્રૂપ એરબેઝે જણાવ્યું કે આઈએસ સામેના યુદ્ધમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.
તુર્કીમાં સત્તાપલટો નિષ્ફળ થયા બાદથી ઈલ્ઝર્લિક એરબેઝ બંધ કરી દેવાયું હોવાનું કહેવાય છે.  સ્થિતિ સુધર્યા બાદ મંગળવારે યુએસ ફાઈટર જેટ્સે ફરીથી હવાઈ હુમલા શરૂ કર્યા હતા. સાથી દેશોની સેના દ્વારા માંબિઝ પર મેથી અત્યારસુધી 450 વખત હવાઈ હુમલા કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રક્કા બાદ આઈએસનું બીજુ મોટું સ્ટ્રેટર્જિક સેંટર માંબિલ સાથી દેશોની સેનાના નિશાના પર છે. જેના કારણે લોકો આ વિસ્તાર છોડી સુરક્ષીત સ્થળે જઈ રહ્યાં હતા.હ્યુમન રાઈટ્સ સંસ્થા ‘રક્કા ઈઝ બેઈંગ સ્લોટર્ડ સાઈલેંટલી’નો આરોપ છે કે હવાઈ હુમલામાં 160 નિર્દોષ નાગરિકોનાં મોત થયા છે.