Gilgit baltistan Hunza community Girls very Beautiful
  • Home
  • Featured
  • અહીં 60ની ઉંમરમાં પણ મહિલાઓ દેખાય છે 30 વર્ષની સુંદર અપ્સરા, જાણો રહસ્ય

અહીં 60ની ઉંમરમાં પણ મહિલાઓ દેખાય છે 30 વર્ષની સુંદર અપ્સરા, જાણો રહસ્ય

 | 2:35 pm IST


જાપાન એક એવો દેશ છે વૃદ્ધ લોકોની સંખ્યા યુવા લોકોની તુલનામાં બમણી છે. જેથી લોકો માને છે કે ત્યાના લોકોલ ઉંમરલાયક અને ફિટ હોય છે. જ્યારે સચ્ચાઇ એ છે કે દુનિયાભરમાં રહેલી હજારો જનજાતિઓમાંથી એક એવી જનજાતિ પણ છે. જે સરેરાશ આયુષ્ય 110 વર્ષથી લઇને 120 વર્ષ છે. અંહીની મહિલાઓ 60ની ઉંમરમાં 30 વર્ષની ઉંમરની દેખાય છે.

આ લોકો વૃદ્ધ લાગતા નથી અને બીમારી તેમનાથી દૂર રહે છે. એવુ શુ છે તે જનજતિમાં જે તેમને સ્વસ્થ અને ફિટ રાખે છે. આ જનજાતિને હૂંજા નામથી જાણવામાં આવે છે. હુંજા જનજાતિ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ગિલગિત-બાલ્ટિસ્તાનના પહાડોમાં સ્થિત હૂંજા ઘાટીમાં રહે છે. આ ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રિત રેખાની પાસે પડે છે. આ જગ્યાને યુવાઓનું નખલિસ્તાન કહેવામાં આવે છે. આજના સમયમાં જો કોઇ 60 વર્ષ પૂરા કરી લે તો તે લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ 60 વર્ષના હોવા છતા તે લોકો 30 ના દેખાય તો કમાલની વાત કહેવાય.

આ જનજાતિની સૌથી ખાસ વાત એ છે કે અંહીના લોકો ખુબ સુંદર દેખાય છે. ખાસ કરીને અંહીની મહિલાઓ 65 વર્ષ સુધી જવાન રહે છે અને તે આ ઉંમરમાં પણ બાળકને જનમ આપી શકે છે. જ્યારે પુરૂષ 90 વર્ષે પણ પિતા બની શકે છે. આ લોકોની લાઇફસ્ટાઇલ જ તેમના લાંબા જીવનનું રહસ્ય છે. આ લોકો સવારે 5 વાગ્યે ઉઠી જાય છે અને 10-15 કિલોમીટર ચાલે છે. કહેવાય છે કે તે લોકો બે વખત જ જમે છે એક સવારે અને સાંજે. અંહીના લોકો ખુમાની ખૂબ ખાય છે. તેમજ ત્યાંનું દૂધ, ફળ અને માખણ દરેક વસ્તુ પ્યોર હોય છે. તે લોકો અખરોટ પણ વધારે પ્રમાણમાં ખાય છે. તડકામાં સૂકાયેલી અખરોટમાં વિટામીન બી -17 પાઉન્ડ રહેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન