Photos: Sania Mirza's with her sister enjoy pajama party
  • Home
  • Photo Gallery
  • Photos: સાનિયા મિર્ઝાએ અનોખા અંદાજમાં મિત્રો સાથે કરી પાયજામા પાર્ટી

Photos: સાનિયા મિર્ઝાએ અનોખા અંદાજમાં મિત્રો સાથે કરી પાયજામા પાર્ટી

 | 2:32 pm IST

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાની પ્રેગનેન્સીને ખૂબ એન્જોય કરી રહી છે. સાનિયાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તે પોતાની બહેન અનમ મિર્ઝા અને મિત્રોની સાથે પાયજામા પાર્ટીની મજા માણતી દેખાઇ રહી છે. જો કે આ પાયજામા પાર્ટીમાં સાનિયાએ પોતાના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને ખૂબ યાદ કર્યો.

સાનિયાએ કેક કાપતા એક વીડિયો શેર કર્યો હતો તેમાં લખ્યું હતું કે મારી જિંદગી શોએબ તમને ખૂબ યાદ કર્યા પરંતુ સૌથી પહેલાં ડ્યુટી. આ પાર્ટીની તસવીરો જોઇ એવું લાગી રહ્યું છે કે આ સાનિયાની ‘બેબી શાવર’ પાર્ટી હતી. જો કે સાનિયાએ પોસ્ટ શેર કરતાં લખ્યું કે આ બેબી શાવર નથી પરંતુ પાયજામા પાર્ટી છે.