pictures of kiara advani new photo shoot upcoming movies
  • Home
  • Featured
  • Photos: કિયારા અડવાણીએ પ્રખ્યાત ફેશન મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશુટ જોનારાના ઉડી ગયા હોશ!

Photos: કિયારા અડવાણીએ પ્રખ્યાત ફેશન મેગેઝીન માટે કરાવ્યું હોટ ફોટોશુટ જોનારાના ઉડી ગયા હોશ!

 | 7:53 am IST

કિયારા અડવાણીએ બોલિવુડમાં એન્ટ્રી કરી ત્યારથી જ ચર્ચામાં છવાયેલી છે. થોડા જ દિવસોમાં કિયારાએ તેના પ્રશંસકોની લાંબી લાઈન બનાવી દીધી છે. હાલમાં જ કિયારાએ તેનું નવુ ફોટોશુટ કરાવ્યુ જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે. સોશિયલ મીડિયા પર કિયારા છવાઈ ચુકી છે. તેની સુંદરતાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

કિયારાએ મ્યુઝિક અને મોબાઈલ એસેસરીઝ બનાવતી કંપની boAT માટે ફોટો શુટ કરાવ્યુ છે. ફેશન મેગેઝીન માટે ફોટોશુટ કરાવતા કિયારાએ આકર્ષણ જમાવ્યુ છે.

કિયારાએ પ્રખ્યાત ફેશન મેગેઝીન VOGUE માટે પણ ફોટોશુટ કરાવ્યુ છે. તેની તસવીરો ઇન્સ્ટાગ્રમ પર શેર કરી છે.
કિયારા અડવાણીની ફિલ્મ ગુડ ન્યુઝ 27 ડિસેમ્બરે રીલિઝ થવાની છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત મુખ્ય ભૂમિકા નિભાવશે.

કિયારાએ આ વર્ષ શાહિદ કપૂર સાથે કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યુ છે. ફિલ્મમાં તેના દમદાર પાત્રને ખુબજ બહોળો પ્રતિસાદ મળ્યો છે. કિયારા પાસે હાલ શેરશાહ અને લક્ષ્મી બમ જેમી ફિલ્મો છે. લક્ષ્મી બમમાં તે ફરી અક્ષય કુમાર સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન