Pictures of Pooja Bedi’s daughter Alaia who debut opposite Saif Ali Khan
  • Home
  • Photo Gallery
  • આલિયાનો ટ્રોલરોને સણસણતો જવાબ, મારી બિકીની જોઈને મને જજ ન કરો, જુઓ PHOTOS

આલિયાનો ટ્રોલરોને સણસણતો જવાબ, મારી બિકીની જોઈને મને જજ ન કરો, જુઓ PHOTOS

 | 11:36 am IST

બોલીવુડ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી અલિયા ફર્નિચરવાલા તેની અદભૂત ઇન્સ્ટાગ્રામ તસવીરોનાં કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા સ્ટાર આલિયા હવે પછી એક મોટી ફિલ્મમાં પણ જોવા મળવાની છે. એક રિપોર્ટ પ્રમાણે તે સૈફ અલી ખાનની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે.

સૈફ અલી ખાન કહે છે કે, તેની પાસે બધા ગુણો છે કે જે અમે એક યુવા લીડ રોલમાં શોધી રહ્યા હતા, ફિલ્મને તેની જરૂરિયાતનાં સ્તરે લઈ જવાની શક્તિ એ છોકરીમાં છે. અમારી સંપૂર્ણ કાસ્ટ મળી ગઈ એના માટે અમે ભાગ્યશાળી છીએ અને હું આલિયા સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું. આલિયા અગાઉ રિતેશ કાંત અને અભિષેક પાંડે સાથે અભિનય વર્કશોપ કરી ચૂકી છે. એક વખત બોલ્ડ ફોટોનાં લીધે તે ટ્રોલ પણ છઈ હતી.

અલિયાએ ખુલ્લેઆમ બધા નેટીઝને સંબોધીને બ્લોગ લખ્યો હતો. જેમા તેણે ઘણા લોકોની ટીકા કરી હતી. તેણે લખ્યું, “જો મારું ક્લીવેજ દેખાતું હોય તો તેનો અર્થ એ નથી કે હું એના માટો કોઈ સંમતિ આપી રહી છું. આગળ કહ્યું કે, જો મારા કપડામાં સ્તન દેખાતા હોય તો એ જોઈને મને વ્યાખ્યાયિત કરવું એ અન્યાય છે. હું એક 18 પ્લસની ભારતીય છોકરી છું અને તે હકીકત પ્રમાણે મને જે રીતે ગમે તે રીતે કપડાં પહેરવાની છૂટ છે. “

આલિયાએ આગળ કહ્યું કે, જો હું બિકીની પહેરવાનું પસંદ કરું છું, તો તે મારી પસંદગી છે અને અત્યારે આ સમય છે કે આપણે આ બધી વાતોથી બહાર આવવું જોઈએ. વ્યક્તિઓ તેમના પોતાના અભિપ્રાયો આપશે પરંતુ એ ડર્યા વિના જ રહેવું જોઈએ કે સમાજ શું કહેશે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન