Pictures of Sania Mirza's sister Anam became Azharuddin's son Asaduddin's wife, Share's marriage
  • Home
  • Photo Gallery
  • સાનિયા મિર્ઝાની બહેન અનમે કર્યાં લગ્ન, જુઓ પતિ અસદુદ્દીન સાથેના ખાસ ફોટોઝ

સાનિયા મિર્ઝાની બહેન અનમે કર્યાં લગ્ન, જુઓ પતિ અસદુદ્દીન સાથેના ખાસ ફોટોઝ

 | 6:25 pm IST

પ્રખ્યાત ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાના આજે હૈદરાબાદમાં લગ્ન થયા. અનમના લગ્ન પૂર્વ ક્રિકેટ કેપ્ટન અઝહરુદ્દીનના પુત્ર અસદુદ્દીન સાથે થયા છે. અનમ મિર્ઝાએ ખુદ લગ્ન પછીના ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યા છે. અગાઉ અનમના લગ્નની હળદર અને મ્યુઝિક ફંક્શન પણ ખૂબ ધામધૂમથી યોજાયું હતું, જેમાં બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ શામેલ હતી. ટૂંક સમયમાં જ બંનેના લગ્નનું રિસેપ્શન પણ કરવામાં આવશે.

અનમ મિર્ઝાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ફોટા શેર કર્યા છે. તસ્વીરો સાથે ‘મિસ્ટર અને શ્રીમતી’ લખ્યું છે. જણાવી દઈએ કે અનમ વ્યવસાયે ડિઝાઇનર છે અને તે ઘણી વખત તેની બહેન સાનિયા સાથે જોવા મળી છે. ઘણા ટીવી ઇન્ટરવ્યુમાં સાનિયાએ કહ્યું છે કે તેના મોટાભાગના કપડા અનમ દ્વારા ડિઝાઇન કરાયા છે. અસદુદ્દીન ક્રિકેટર તરીકે સારૂ કરી શક્યો નહીં અને હવે તે બિઝનેસ કરે છે.

આ પહેલા સાનિયા મિર્ઝા અને અઝહરુદ્દીન તેલંગાણાના સીએમ કેસીઆરને મળ્યા હતા. બંનેએ સીએમને કાર્ડ આપીને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ લગ્નમાં સાનિયા અને અઝહરુદ્દીનનો સંપૂર્ણ પરિવાર જોડાયો હતો. અસદુદ્દીન અઝહરની પહેલી પત્ની નૂરીનનો પુત્ર છે.

સાનિયા મિર્ઝાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લગ્ન સમારંભને લગતી ઘણી તસવીરો પણ શેર કરી છે. જણાવી દઈએ કે અનમના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે અકબર રશીદ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંબંધોના થોડા દિવસો બાદ લગ્નના એક વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન