PICS: આકાશ અંબાણીની થનાર 'વહુ' શ્લોકા મહેતા 'નણંદ' ઇશા અંબાણી સાથે! - Sandesh
  • Home
  • Photo Gallery
  • PICS: આકાશ અંબાણીની થનાર ‘વહુ’ શ્લોકા મહેતા ‘નણંદ’ ઇશા અંબાણી સાથે!

PICS: આકાશ અંબાણીની થનાર ‘વહુ’ શ્લોકા મહેતા ‘નણંદ’ ઇશા અંબાણી સાથે!

 | 3:19 pm IST

આકાશ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીનો સૌથી મોટો દીકરો છે. જ્યારે શ્લોકા હીરાના બિઝનેસમેન રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, શ્લોકા મહેતા વ્યવસાયે એન્ટરપ્રેન્યોર છે,વર્તમાનમાં તે હીરા કારોબારથી જોડાયેલા રોઝી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આ સિવાય શ્લોકા ConnectForની પણ કો-ફાઉન્ડર છે. આ સંસ્થા એનજીઓને વોલિઅન્ટર્સ સાથે જોડવાનું કામ કરે છે.

બંને પરિવારોએ જોકે આ અંગે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. સૂત્રોનું માનીએ તો સગાઇની જાહેરાત આવનારા થોડાંક સપ્તાહમાં થઇ શકે છે. લગ્ન ડિસેમ્બરમાં થઇ શકે છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાથી પરિચિત છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે અભ્યાસ પણ કર્યો છે. બીજીબાજુ પરિવારના સૂત્રોનું કહેવું છે કે આકાશના લગ્ન કે સગાઇની કોઇ તારીખ નક્કી થઇ નથી.