ડુક્કર PIG - Sandesh

ડુક્કર PIG

 | 12:12 am IST

કૂતરાના સ્વભાવ, ચારિત્ર્ય તંદુરસ્તી આર્થિક સ્થિતિ વિશે સમજાવ્યું હવે?

જો તમો ૧૯૫૯, ૧૯૭૧, ૧૯૮૩, ૧૯૯૫, ૨૦૦૭, ૨૦૧૯ની સાલમાં જન્મ્યા હો તો તમો ડુક્કરના સ્વરૂપમાં ગણાઓ.

આ લોકો શાંત, વિશ્વાસુ અને પ્રમાણિક હોય છે. તેઓ ભૂલો ઘણી કરે છે અને જીવનમાં ઘણા છેતરાય પણ છે. પોતાની ભૂલો તેઓ કબૂલ કરે છે, અને બીજાની ભૂલોનો ટોપલો પોતે ઉઠાવી લે છે. આ લોકોને જીવનમાં ઘણું સહન કરવું પડે છે. તેઓ ઘણું સમજે છે. વિચારે છે. પણ તેમને કાર્ય કરતા પહેલાં બીજાની સલાહ લેવી પડે છે, સ્વતંત્ર કામગીરી બજાવી શકતાં નથી. તેઓ વધારે પડતા લાગણીવાળા અને બીજામાં અંધ વિશ્વાસ મૂકનારા હોય છે. આ લોકોને જીવનમાં પસ્તાવું પડે છે. તેઓ બુદ્ધિશાળી હોવા છતાં, બુદ્ધિનો જરૂર પડે ઉપયોગ કરતા હોતા નથી. તેથી મુર્ખામાં ખપી જાય છે. તેમને આર્થિક રીતે સહન કરવું પડે છે. આ લોકોને બીજાના ભલા માટે કામ કરતાં સહન કરવું પડે છે. આર્થિક વ્યવહારમાં સરળ હોય છે. ખટપટી હોતાં નથી. છતાં પૈસા માટે તેમને કોર્ટ કચેરી જવાના પ્રસંગો આવી પડે છે. સમાધાન ભાગ્યે જ સ્વીકારતા હોય છે. પોતે ન્યાયી હોવાથી ન્યાયનો આશરો લે છે. આ લોકો ભાગ્ય ઉપર વિશ્વાસ રાખે છે. ઈશ્વરના ભરોસે જીવન વિતાવે છે. આ લોકો આમ શાંત હોય છે, પણ જ્યારે તેમને ઉશ્કેરવામાં આવે તો છેક છેવટ સુધી લડી લે છે. માટે ડુક્કરને સતાવવામાં ફાયદો નહીં.

આ લોકો બુદ્ધિશાળી હોય છે. જ્ઞાનપિપાસુ હોય છે પણ વિદ્ધતાનો ડોળ કે દેખાવ કરવામાં માનતા નથી, તેમને જીવનની સત્ય ઘટનાઓ, પ્રસંગો જોવાનો, વાંચવાનો, સાંભળવાનો શોખ હોય છે. તેમને કાલ્પનિક બાબતોમાં રસ નથી હોતો. સારા વાચક હોય છે. પણ ચિંતક નહીં! જાપાનીઝ લોકો ડુક્કર માટે કહે છે કે ડુક્કર દેખાવે આગળથી વિશાળ પણ પાછળના ભાગમાં સાંકડા હોય છે એટલે કે ડુક્કર સ્વરૂપવાળાનો અભ્યાસ ઉપરવટનો હોય છે, ઝીણવટભર્યા નહીં! ઊંડા અભ્યાસી નહીં. ચિંતક નહીં. તેઓ ખાધે પીધે શોખીન હોય છે. મૂડીવાદી થોડાં ખરાં, લોભી પણ ખરાં.

આ લોકો જેની પાછળ પડે છે. તે પૂરું કરીને જ છોડે છે. કેટલીક વખત આ લોકો ખોટા માર્ગે દોરવાઈ જાય તો નિષ્ફળતા અનુભવે છે. આ લોકોએ જોઈ વિચારીને સાહસ કરવું જોઈએ.

આ લોકોને મિત્રો ઓછા હોય છે. થોડા હોય તો તેમનો જીવન સુધી સંબંધ જાળવી રાખે છે. આ લોકો એકલા કરતા ટોળામાં, સમૂહમાં, પાર્ટીમાં જોવામાં આવે છે. આ લોકો પોતાની ઈચ્છામાં આવે તો જ વ્યવહાર રાખે છે. કોર્ટ, કચેરીના કામમાં ફાવે છે, આ લોકો દરેક ક્ષેત્રમાં કામ કરતા જોવામાં આવે છે. આ લોકોને લોક સાહિત્ય, જૂની કામગીરી, શિલ્પ ચિત્ર, સંગીત, કવિતાનો શોખ હોય છે. આ લોકો બીજાની મદદથી આગળ આવે છે, અને ઘણી વખત ઉચ્ચ સ્થાન ઉપર જોવામાં આવ્યા છે. સ્ત્રી ડુક્કર, માતા તરીકેની, સ્ત્રી તરીકેની સારી ફરજો બજાવે છે.

તેમને બિલાડીની જોડે સારું બને છે. (૧૯૫૧,૧૯૬૩, ૧૯૭૫, ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૧૧.)સાપથી સંભાળવું જરૂરી, (૧૯૫૩, ૧૯૬૫, ૧૯૭૭, ૧૯૮૯, ૨૦૦૧, ૨૦૧૩) ઘેટું પણ તેમને છેતરી જાય, (૧૯૦૭, ૧૯૧૯, ૧૯૩૧, ૧૯૪૩, ૧૯૫૫, ૧૯૬૭)

આ લોકોનું શરૂઆતનું જીવન શાંત હોય છે. તેમને યુવાનીમાં સહન કરવું પડે છે, મુશ્કેલીઓમાંથી બચાવ કરી બહાર આવે છે. પાછલી જિંદગી સુખી જાય. વાઘથી ચેતતા રહેવાની જરૂર ખરી, (૧૯૫૦, ૧૯૬૨, ૧૯૭૪, ૧૯૮૬, ૧૯૯૮, ૨૦૧૦)

આ લોકો મેન્યુફેકચરર, ડોક્ટર, વિજ્ઞાની, ફિલ્મમેકર, લેખક, કવિ, ફિલ્મસ્ટાર, પેઈન્ટર, વેપારી, કલાકાર, કોમેડિયન તરીકે ફાવે છે.

ડુક્કર માટે ૨૦૧૯ની સાલ પરિવર્તન લાવનારી છે. નવા સંજોગોમાં તણાવું પડે. તેમને વાંધો નહિ આવે. ભારતને ૧૯૪૭માં ડુક્કરના વર્ષમાં આઝાદી મળી. ૨૦૧૯નું વર્ષ ડુક્કરનું હોવાથી એ સમયે દેશ મહાપરિવર્તનના માર્ગે પસાર થવાનો છે.