Pikhor Villege Many People are Joined Indian Army
  • Home
  • Gujarat
  • ગુજરાતનું આ ગામ સંપૂર્ણ દેશભક્તિના રંગે રંગાયેલું છે, જાણો તેની ખાસિયત

ગુજરાતનું આ ગામ સંપૂર્ણ દેશભક્તિના રંગે રંગાયેલું છે, જાણો તેની ખાસિયત

 | 1:55 pm IST

ગુજરાતનું એક ગામ એવું છે જે સંપૂર્ણ દેશભક્તિના રંગે રંગાયેલું છે. આ ગામમાં માત્ર 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટના દિવસે જ નહી પરંતુ 365 દિવસ આ ગામમાં દેશભક્તિ જોવા મળે છે. જુનાગઢના પીખોર ગામમાં એક નહી, બે નહી પરંતુ 42 યુવાનો આર્મીમાં ભરતી થઇ દેશની સેવા કરી રહ્યા છે.

આ ગામની શેરીઓમાં પણ દેશભક્તિ જોવા મળે છે. મોટાભાગના ઘરોમાં જોવા મળે છે લશ્કરમાં ભરતી થયેલા યુવાનોની તસ્વીરો. આ ગામ જુનાગઢ જીલ્લાના માળિયા હાટીના તાલુકાનું પીખોર ગામ છે. આ ગામમાંથી 42 યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવી દેશની સેવા કરી રહ્યા છે. આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય સેનામાં યુવાનો ભરતી થઇ રહ્યા છે. વંશ પરમ્પરા હોય તે રીતે જેના પિતા ફોજમાં હતા તો તેનો પુત્ર હવે ભારતીય સેનામાં ભરતી થયા છે અને પોતાના એકના એક પુત્ર હોવા છતાં દેશ માટે અર્પણ કરી દીધા હોવાનો ગર્વ તેમના માતા-પિતા કરી રહ્યા છે.

આ ગામની વસ્તી 2000 કરતા પણ વધારે છે. ગામમાં મોટાભાગના લોકો ખેતી ઉપર આધારિત છે. ત્યારે ગામમાંથી એક પછી એક યુવાનો ભારતીય સેનામાં ભરતી થઇ અને ગામનું ગૌરવ જાળવી રાખ્યું છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રથમ એવું ગામ હશે કે જ્યાં એક સાથે 42 યુવાનોમાં પોતાની ભારત માતાની સતત સેવા કરી રહ્યા છે. આ યુવાનો જયારે પણ ગામમાં આવે ત્યારે બેરોજગારો યુવાનોને તાલીમ આપે છે અને ભારતીય સેનામાં ભરતી થવા સમજાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન