દવાઓ પર ગુજરાતી લખાણની માંગણી માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ - Sandesh
  • Home
  • Ahmedabad
  • દવાઓ પર ગુજરાતી લખાણની માંગણી માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ

દવાઓ પર ગુજરાતી લખાણની માંગણી માટે હાઈકોર્ટમાં અરજી કરાઈ

 | 5:06 pm IST

તમામ દવાઓ પર લખાણ અંગ્રેજીમાં હોય છે. જેથી અંગ્રેજી ન જાણતા લોકો દવાઓના નામ પણ વાંચી શક્તા નથી. તેથી ગુજરાતીમાં દવાનુ નામ લખવાની માંગણી સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેના પર દિવાળી વેકેશન બાદ સુનવણી હાથ ધરાશે.

રાજ્યમાં વેચાતી દવાઓ પર પ્રાદેશિક ભાષા ગુજરાતી તથા હિન્દીમાં નામ અને દવાઓનાં કન્ટેન્ટ લખવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જાહેર હિતની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દવાઓ પર ઈંગ્લિશમાં આપેલી માહિતીથી કેટલાક ગ્રાહકો ગેરમાર્ગે દોરાય છે.

ગુજરાતી અને હિંદી ભાષામાં દવાઓ તથા તેનાં કન્ટેન્ટ લખવામાં આવે તો ગ્રાહકો ગેરમાર્ગે દોરાય નહીં અને યોગ્ય દવાઓ મેડિકલ સ્ટોર પરથી આસાનીથી મેળવી શકે. તેમજ અંગ્રેજી ન જાણનારા લોકોને પણ તકલીફ નહિ પડે. આ સિવાય રાજ્યમાં મળતા ફૂડ પેકેટ્સ પર પણ અંગ્રેજીને બદલે ગુજરાતીમાં માહિતી આપવા માટેની માગ કરાઈ છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ગુજરાતી અને હિન્દીમાં દવાનાં લેબલ બનાવે તેવી માગ કરવામાં આવી છે. દવાઓને મામલે થયેલી જાહેર હિતની અરજીમાં દિવાળી વેકેશન બાદ વધુ સુનાવણી હાથ ધરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન