પીલો ટોક એટલે શું તકિયાની સાથે થતી વાતો ? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • પીલો ટોક એટલે શું તકિયાની સાથે થતી વાતો ?

પીલો ટોક એટલે શું તકિયાની સાથે થતી વાતો ?

 | 2:29 am IST

મનોવૃત્તિઃ ડો. નમિતા ગાંજાવાલા

એક કપલ આજે મળવા આવ્યું હતું. તેમના મેરેજને આમ તો સારો એવો લાંબો સમય પસાર થઇ ગયો હતો. તેમની વચ્ચે નાના-મોટા ઝઘડાઓ તો રૂટિન વાત હતી. એમાં કંઈ નવું નહોતું. પણ તેમાંથી મોટાભાગના સમયે ઝઘડાનું કારણ એક જ રહેતું – તે બહેનની સતત ફ્રિયાદ રહેતી કે, તેમનો ઘરવાળો તેમની વચ્ચે  શારીરિક સંબંધો પતે, એટલે તરત જ બીજી બાજુ મોઢું કરીને સૂઈ જાય. થોડીવારમાં તો તેમના નસકોરા પણ બોલવા લાગે. પણ તે બહેનને સતત કંઈ બાકી રહી ગયું હોય, અધુરું રહી ગઈ હોય, તેવો અહેસાસ થતો. તેને આ વાતને લઈને ખૂબ જ ખરાબ લાગે. તેમણે અનેકવાર તેમના ઘરવાળાને આ વિશે કહી જોયું, પણ તેને કંઈ સમજાતું નહિ. તે તો તેને સંતોષ થઇ જાય, એટલે ઊંઘી જ જાય. તેની ઈચ્છા હોય કે, ત્યારબાદ તેનો ઘરવાળો તેની સાથે થોડી વાતો કરે, તેના વિશે કંઈક સારું બોલે, ક્યાં તો તે બંને આમ જ એકબીજા સાથે, એ જ પરિસ્થિતિમાં માત્ર પડયા રહે. આમ ના થતું હોવાથી, તેને ભારોભાર અફ્સોસ અનુભવાતો. શું પોતે કદાચ તેને નહીં ગમતી હોય કે પછી તેમને તેની સાથે શારીરિક સંબંધમાં મજા નહિ આવતી હોય ? વગેરે જેવા વિચારોથી તેનું મન ચકડોળે ચઢી જતું.

પતિ-પત્ની વચ્ચે કે પછી કોઇપણ રોમેન્ટિક રિલેશનશિપમાં શારીરિક સંબંધોનું જેટલું મહત્ત્વ હોય છે, એટલું જ તે પહેલાનો સમય એટલે કે ફેરપ્લેનું અને ત્યારબાદનો સમય આફ્ટર પ્લેનું હોય છે. મોટાભાગના લોકોને ફેરપ્લે વિશે જાણ હોય છે. પણ આફ્ટર પ્લે વિશે તેઓ અજાણ હોય છે. આ જ સમયે કરવામાં આવતી વાતો, પોતાને તેની સાથે કેટલું ફવે છે, તેને આમાં કેવી મઝા આવીથી લઈને ઘણી બધી વાતો, થઇ શકે છે. પણ જરૂરી એ છે કે, આ વાતો પોઝિટિવ જ હોય. આ સમયે થતી પોઝિટિવ વાતો એટલે જ પીલો ટોક. પાર્ટનર એકબીજા સાથે સારી વાતો શેર કરે. પોતે એકબીજા માટે કેવી લાગણીઓ ધરાવે છે, તે વિશે ચર્ચા કરે. તેમની સાથે તેઓ ખુશ છે, સંતુષ્ટ છે, તે વિશેની ચર્ચા કરે.

આ એવો સમય છે કે જયારે, બંને એકબીજાથી ખૂબ જ નજીક હોય, બંનેએ શારીરિક સંબંધો માણી લીધા હોય, એટલે એકદમ રીલેક્સ હોય, મન અને શરીર બંને હળવાશ અનુભવતા હોય. તેવા સમયે થતી વાતો. આ એવો સમય છે કે, જયારે બંને એકબીજાની ખૂબ જ નજીક હોય, શરીર અને મન બંને રીતે. ઘણી સ્માર્ટ સ્ત્રીઓ આ સમયનો બખૂબી ઉપયોગ કરવાનું જાણે છે. આ જ સમયે તેઓ પતિ મહાશયની પાસેથી પોતાનું ધારેલું કામ કરાવડાવી શકે છે.

તો કેટલીક સ્ત્રીઓને આ જ સમયે ફ્રિયાદો કરવાનું સૂઝે છે. તેઓને એમ હોય છે કે, આમ તો તેમના પતિ પાસે તેમની વાતો સાંભળવાનો સમય નથી હોતો, તો આ જ સમયનો ઉપયોગ કરી લેવાય… તેઓ આજ સમયે, ઘરમાં આખો દિવસ શું બન્યું? કોની સાથે મગજમારી થઇ, તેમના મમ્મી – બાળકો સાથે થતી રોજબરોજની કચકચ … જેવા વિષયો પર ચર્ચા કરવા બેસી જતા હોય છે. તો આ જ સમયે પતિ મહાશય પણ, પોતાને આખો દિવસ કેટલો સ્ટ્રેસ રહે છે, બોસ સાથેની રોજની ટકટક .. જેવી ચર્ચા કરવા માંડે છે. આમ કરવાથી, આ મૂલ્યવાન સમય વેડફઈ જતો હોય છે. જેવું ના બને, તેની જવાબદારી દરેક કપલની બની રહે છે. આ સમયે તમે, વળી પાછો ક્યારે એકબીજા સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો, નાનું વેકેશન પ્લાન કરવું, જેવી ચર્ચા પણ કરી શકાય છે. એક વાતનું ધ્યાન રાખવું ઘટે કે, એવી વાતોની ચર્ચા નહીં થાય કે જે, તમારી ઊંઘ જ ઉડાડી દે અને ત્યાર પછીના દિવસો પણ બગાડી નાંખે.

જેઓ સાથે નથી હોતા, તેમના માટે, પીલો ટેક્સટિંગ – pillow texting  પણ ઓપ્શન તરીકે છે જ. તેઓ એકબીજાની સાથે ફિઝિકલી નથી હોતા. પણ, પોતાના ફેન ઉપર, સુતા સમયે, એકબીજા સાથે આ જ પ્રકારની વાતો કરતા હોય.. તેવા સમયે તેઓ, તે પહેલા કે તે પછી, માસ્ટરબેશન કરીને સંતોષ મેળવી લેતા હોય છે.

આ સમયનો જો દરેક કપલ સમજીને ઉપયોગ કરે, તો તેમનું લગ્ન જીવન પ્રેમ અને સંતોષની લાગણીથી મહેકી ઉઠે છે….

[email protected]andesh.com