PIની આંતરિક બદલીઓ, અનેક વિવાદિત પોલીસ ઈન્સ્પે. યથાવત - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • PIની આંતરિક બદલીઓ, અનેક વિવાદિત પોલીસ ઈન્સ્પે. યથાવત

PIની આંતરિક બદલીઓ, અનેક વિવાદિત પોલીસ ઈન્સ્પે. યથાવત

 | 1:34 am IST

અમદાવાદ, તા.૮

શહેરમાં ઇલેક્શન પહેલા થયેલી આંતરિક બદલીઓ બાદ આખરે લાંબા સમયે શહેરમાં આંતરીક પોલીસ ઇન્સ્પેકટરોની બદલી થઇ છે. તેમાં પણ અમુક વિવાદીત પીઆઇઓને યથાવત રખાતા ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાંથી ૧૧ પીઆઇઓની બદલી કરવામાં આવી છે રિઝવર્વમાં લાંબો સમય રહેલા પીઆઇઓને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. બીજી તરફ ફરી વધુ એક વાર બદલીનો દોર આવે તે વાતને નકારી શકાય તેમ નથી. ટુંક સમયમાં પોલીસકર્મીઓની આંતરીક બદલીઓ પણ થશે.

ઇલેક્શન પૂર્ણ થયા બાદ શહેરમાં પ્રથમ વખત પીઆઇઓની આંતરીક બદલીઓનો દોર ધમધમ્યો હતો. જેમાં સરદારનગર પીઆઇ એચ.બી.ઝાલાને ટ્રાફિક શાખામા, સરદારનગર પીઆઇ તરીકે આર.એન.વીરાણીને મુકાયા, શાહિબાગ સેકન્ડ પીઆઇ જી.એચ.પઠાણને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ અને ત્યાથી મહિલા પીઆઇ એમ.એ.સિંઘને મહિલા વેસ્ટ પોલીસ સ્ટેસનમાં મુકવામાં આવ્યા છે. ખાડીયા પીઆઇ તરીકે જી.એચ.શ્યાનને તથા મણિનગર પીઆઇ વી.બી.બારડને ક્રાઇમ બ્રાંચમાં અને તેમના સ્થાને કન્ટ્રોલમાંથી પી.જી.સરવૈયાને મણિનગર પીઆઇ તરીકે મુકાયા, મેઘાણીનગર સેકન્ડ પીઆઇ એ.ડી.ગોહીલને સિનિયર પીઆઇ તરીકે મુક્યા, વી.જે.વ્યાસને કન્ટ્રોલ રુમમાંથી વિશેષ શાખામાં મુકાયા અને જી.એ.ડામોરને કન્ટ્રોલ રુમમાંથી રિઝર્વમા મુકાયા, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ કે.ડી.ખાભલાને મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી શહેરના અનેક પીઆઇ વિવાદોમાં આવેલા છે તેમને યથાવત રખતા ચર્ચાનો વિષય બન્યો છે. એક પીઆઇ સેકન્ડ પીઆઇ સાથે હપ્તા બાબતે ઝઘડયા હતા જ્યારે એક પીઆઇ મહિલાઓને મારવાના કેસમાં ચર્ચામાં આવ્યા હતા ત્યારે એક પીઆઇ દારુના કેસોમાં તેવા અનેક પીઆઇ ચર્ચામાં આવેલા હતા.

;