Pitru Paksha Shraddh : 2019 Pitru Paksha Important Date
  • Home
  • Astrology
  • આ વખતે સર્વ પિતૃ અમાસ પર બની રહ્યો છે શુભ સંયોગ, શ્રાદ્ધ, તર્પણ, દાન કરવાથી થશે ફાયદો

આ વખતે સર્વ પિતૃ અમાસ પર બની રહ્યો છે શુભ સંયોગ, શ્રાદ્ધ, તર્પણ, દાન કરવાથી થશે ફાયદો

 | 2:35 pm IST

ભાદરવા વદ અમાસ એ પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે કોઈ પિતૃ કે જેનું શ્રાદ્ધ રહી ગયું હોય તેનું શ્રાદ્ધ કરી શકાય છે. તેથી જ તેને સર્વપિતૃ અમાસ કહેવાય છે. આ વખતે શનિવારે પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થશે. તે સાથે જ શ્રાદ્ધપક્ષ પૂર્ણ થઈ જશે. આ વખતની સર્વપિતૃ અમાસ ખુબજ ખાસ છે કેમકે આ દિવસે ખુબજ ખાસ સંયોગ બની રહ્યો છે. આ વખતે 20 વર્ષ બાદ આવો શુભ સંયોગ આવી રહ્યો છે. આ વખતે શનિવારે 28 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસ અને શનિવારનો શુભ સંયોગ છે.

આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ જ નહી પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને મોક્ષ મેળવે છે.

અશ્વિન મહિનાના પિતૃ પક્ષમાં પિતૃને આશા હોય છે કે અમારા પુત્ર-પૌત્રાદિ અમને પિંડદાન અને તર્પણ પ્રદાન કરે. આમ તો દરેક મહિનામા આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે. પણ અશ્વિનની અમાસ પિતૃ માટે પરમ ફળદાયી છે. આ અમાસના રોજ પિતૃવિસર્જનની અમાસ અથવા મહાલયા કહેવામાં આવે છે.

જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે.

પિતૃપક્ષના દિવસોમાં લોકો પોતાના પિતૃઓની સંતુષ્ટિ માટે સંયમપૂર્વક વિધિ વિધાનથી પિતૃયજ્ઞ કરે છે, પણ કામની વ્યસ્તતાને કારણે જો કોઈ શ્રાદ્ધ કરવાથી વંચિત રહી જાય તો તેમણે પિતૃ વિસર્જન અમાસના રોજ સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્ર બોલતા સૂર્યને જળ ચઢાવ્યા બાદ ઘરમાં બનેલ ભોજનમાંથી પંચબલિ જેમા સૌ પહેલા ગાય માટે, પછી કૂતરાં માટે, પછી કાગડા માટે, ભગવાન માટે અને ત્યારબાદ કીડીઓ માટે ભોજનનો અંશ આપીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓ પાસે બધી રીતે મંગળકારી હોવાની પ્રાર્થના કરી ભોજન કરવાથી શ્રાદ્ધ કર્મની પૂર્તિનુ ફળ જરૂર મળે છે અને એ વ્યક્તિ ધન, સમસ્ત સુખ વગેરેની પ્રાપ્તિ કરી મોક્ષને મેળવે છે.

આ Video: મેળવો જગતજનનીના આશિર્વાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન