know Pitru paksha Important date significance Pitru Paksha Start
  • Home
  • Astrology
  • 14 તારીખથી શરૂ થશે પિતૃપક્ષનો પ્રારંભ, આ 5 દિવસ રહેશે ખુબજ મહત્વપૂર્ણ

14 તારીખથી શરૂ થશે પિતૃપક્ષનો પ્રારંભ, આ 5 દિવસ રહેશે ખુબજ મહત્વપૂર્ણ

 | 8:51 am IST

આત્મા અને મનુષ્યના સબંધને જોડતો સમય એટલે જ પિતૃપક્ષ આ વખતે 14 તારીખથી શરૂ થઈ રહ્યો છે. પિતૃપક્ષને લઈને જાતજાતની માન્યતાઓ રહેલી છે. આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે ગતિ મળે છે. શ્રાદ્ધપક્ષમાં અલગ અલગ દિવસોએ શ્રાદ્ધ કરવાનો અનોખો મહિમા રહેલો છે.

આ દિવસે પરલોકમાં રહેતા પિતૃઓના આત્માને પોતાના પરિવાર સાથે મળવાની મુક્તિ મળે છે. પ્રતિપદાથી લઈને અમાસ સુધી પિતૃઓના આત્મા ધરતી પર નિવાસ કરે છે. આ જ કારણ છે કે આ 15 દિવસમાં મનુષ્યએ સંયમથી વર્તવું જોઈએ અને બને તેટલું પિતૃઓને શાંતિ મળે તેવું કાર્ય કરવું જોઈએ. આ દિવસોમાં સદાચારથી જીવન વ્યતિત કરવું જોઈએ. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ત્યારે ભૂખ અને તરસથી તડપે છે આત્મા
ગરૂડ પુરાણ અનુસાર પિતૃલોકમાં ગયેલ આત્મા પિતૃપક્ષમાં જ્યારે પરિવાર દ્વારા આપવામાં આવેલ પિંડ,અન્ન તેમજ જળને ગ્રહણ કરી તૃપ્ત થાય છે. આનાથી પિતૃઓના આત્માને બળ પ્રાપ્ત થાય છે. પરિવારના લોકોનું કલ્યાણ કરી શકે છે. અને પિતૃઓના આશીર્વાદ મળવાથી સુખ પ્રાપ્ત થાય છે. તો જે પિતૃઓને અન્ન જળ પ્રાપ્ત થતું નથી તે આત્મા વ્યાકુળ થઈને અમાસના દિવસે પરત ફરી જાય છે. પિતૃઓ નિરાશ થાય તો પરિવારમાં નિરાશા અને કષ્ટનો વધારો થાય છે.

પિતૃઓને તૃપ્તી માટે આ કાર્ય કરો
પુરાણ અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓના નામથી તર્પણ કરો. જે દિવસે શ્રાદ્ધ કરો એ દિવસે પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો. ગાય, કુતરા, બિલાડી, કાગડાને ભોજન કરાવો. આનાથિ પિતૃઓને શાંતિ મળે છે.

પિતૃપક્ષમાં ગજછાયા યોગ, આવી આત્માઓ માટે શ્રાદ્ધ કરો
27 ઓગસ્ટે જે લોકોના મૃત્યુની તિથિની જાણ ન હોય જેમનું અકાળે મૃત્યુ થયુ હોય તેમના માટે શ્રાદ્ધ કરો. આ દિવસે ખાસ ગજછાયા યોગ બની રહ્યો છે આથી અકાળ મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમને મુક્તિ મળશે.

આ Video જુઓ: જાણો જીવનના અંતિમ તબક્કામાં કેવી રીતે ગણેશકૃપાથી મોક્ષનો લક્ષ્ય હાંસલ કરી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન