pitru paksha know about chaturdashi shradh on and its importance
  • Home
  • Astrology
  • ચતુર્દશી શ્રાદ્ધ ભૂલથી પણ ન કરો કુદરતી મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ

ચતુર્દશી શ્રાદ્ધ ભૂલથી પણ ન કરો કુદરતી મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ

 | 10:35 am IST

ભાદરવા મહિનાની ચતુર્દશી તિથિને ચતુર્દશી શ્રાદ્ધ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભાદરવા વદ ચૌદશને બુધવાર, શસ્ત્ર-અસ્ત્રથી મૃતકનું શ્રાદ્ધ કરવામાં આવશે.ચતુર્દશી શ્રાદ્ધ તિથિ ફક્ત તે જ લોકોના શ્રાદ્ધ માટે યોગ્ય છે જેમનું અકાળે મૃત્યુ થયુ હોય. અકુદરતી સંજોગોમાં મૃત્યુ પામ્યા હોય તેમનું જ આ દિવસે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે, જેમ કે શસ્ત્ર દ્વારા મૃત્યુ, અકસ્માતમાં મૃત્યુ, આત્મહત્યા અથવા કોઈ બીજા દ્વારા હત્યા.

આ સિવાય ચતુર્દશી તિથિ પર બીજા કોઈ શ્રાદ્ધ કરવામાં આવતા નથી, ચતુર્દશી શ્રાદ્ધને ઘાટ ચતુર્દશી શ્રાદ્ધ, ઘાતક ચતુર્દશી શ્રાદ્ધ અને ચૌદશ શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

પિતૃ પક્ષની સમાપ્તિના એક દિવસ પહેલા એટલે કે ચતુર્દશી તિથિને શ્રાદ્ધની વિશેષ તારીખ માનવામાં આવે છે અને આ દિવસે અચાનક અથવા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આત્મહત્યા, હત્યા અથવા અન્ય કોઈ કારણોસર મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવે છે.

આ વિશેષ શ્રાદ્ધ તિથિનો ઉલ્લેખ મહાભારતનાં પર્વમાં થયો હતો.  ચતુર્દશી પર કુદરતી મોતને ભેટેલા પૂર્વજોનું ન કરશો શ્રાદ્ધ. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ચતુર્દશી શ્રાદ્ધ વિશે કહ્યું. તેમણે કહ્યું હતું કે જે લોકો કુદરતી રીતે મૃત્યુ પામ્યા નથી તેવા પિતૃઓની ચતુર્દશી પર પૂજા કરવી જોઈએ.

કુદરતી મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ આ દિવસે ન કરવુ જોઈએ, કારણ કે શ્રાદ્ધકર્તાને આર્થિક મુશ્કેલીઓ અને બાળકોને લગતી સમસ્યાઓ સાથે અનેક પ્રકારના સંકટનો સામનો કરવો પડે છે.

આ વીડિયો જુઓ: દર્શન કરો અમદાવાદના બાપુનગરમાં આવેલ દેવ હનુમાનના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન