પિતૃદોષ અને કાલસર્પ દોષને દૂર કરવા 17 માર્ચનાં રોજ કરો આ ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • પિતૃદોષ અને કાલસર્પ દોષને દૂર કરવા 17 માર્ચનાં રોજ કરો આ ઉપાય

પિતૃદોષ અને કાલસર્પ દોષને દૂર કરવા 17 માર્ચનાં રોજ કરો આ ઉપાય

 | 6:02 pm IST

જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ અને કાલસર્પ દોષ હોય છે તેમનાં જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય છે. આવા વ્યક્તિઓ પોતાના કામમાં આગળ વધી શકતા નથી. નોકરી, રોજગારમાં સમસ્યાઓ આવે છે અને બીમારીઓનો ભોગ બને છે. તેમના કુટુંબમાં હંમેશા વિવાદ રહે છે. જો તમે પણ પિતૃદોષથી હેરાન થતા હોવ તો 17 માર્ચનાં રોજ કેટલાક ઉપાયો કરી તેને દૂર કરી શકો છો.

પિતૃદોષ, કાલસર્પ દોષ અને શનિ શાંતિ માટે 17 માર્ચ 2018નો દિવસ શ્રેષ્ઠ છે. આ દિવસે અમાવાસ્યા આવી રહી છે.

જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો શનિ અમાવાસ્યાનાં દિવસે સૂર્યોદય પહેલા ઉઠી કોઇ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરીને કિનારે બેસી પિતૃ માટે પિંડદાન કરવું જોઇએ અને કોઇ બ્રાહ્મણ દ્વારા તર્પણ કરાવવું જોઇએ. જ્યારે પૂર્વજોની ઇચ્છા અધુરી રહી ગઇ હોય ત્યારે પિતૃદોષ નડે છે. આવામાં પિતૃઓની મનગમતી વસ્તુનું દાન કરવું જોઇએ. ગરીબોને ઇચ્છાનુસાર ભોજન, કપડા, ધાબળા વગેરેનું દાન આપી શકાય છે.

જો જન્મકુંડળીમાં કાલસર્પ દોષ હોય તો શનિ અમાવાસ્યાનાં દિવસે સવારે સ્નાન કરી પૂજા સ્થાને બેસી પિતૃ સ્ત્રોતનો પાઠ કરવો જોઇએ. શિવમંદિરે જઇ કાચા દૂધ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરો. શિવલિંગ પર તાંબા કે પિત્તળનો સર્પ લગાવી સાંજના સમયે પીપળાનાં વૃક્ષમાં કાચુ દૂધ ચઢાવો અને તેની નીચે લોટનાં 5 દિવા કરો.

શનિ વર્તમાનમાં ધન રાશિમાં છે. વૃશ્ચિકમાં શનિ અંતિમ તબક્કામાં છે. ધન રાશિમાં શનિનો દ્વિતિય અને મકર રાશિમાં પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ 3 રાશિનાં લોકોએ શનિ અમાવાસ્યાનાં દિવસે શનિ મંદિરમાં 7 સુકા નારિયેળ એક કાળા કપડામાં બાંધીને ચઢાવવા જોઇએ અને શનિ ચાલીસાનાં પાઠ કરવા જોઇએ. આ દિવસે વ્રત કરો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો.