અમદાવાદ-મુંબઇ બુલેટ પ્રોજેક્ટને લઇ રેલવે મંત્રીએ 884 શબ્દમાં આપ્યો જવાબ - Sandesh
  • Home
  • India
  • અમદાવાદ-મુંબઇ બુલેટ પ્રોજેક્ટને લઇ રેલવે મંત્રીએ 884 શબ્દમાં આપ્યો જવાબ

અમદાવાદ-મુંબઇ બુલેટ પ્રોજેક્ટને લઇ રેલવે મંત્રીએ 884 શબ્દમાં આપ્યો જવાબ

 | 2:16 pm IST

માહિતી શેર કરનાર વેબસાઇટ ‘Quora’ પર એક વ્યક્તિએ દેશમાં બુલેટ ટ્રેનની જરૂરિયાતને લઇને પ્રશ્નો પૂછયા હતા. તેને આશા હતી કે કોઇ તો તેને આ અંગે જવાબ આપશે, પરંતુ ‘Quora’ યુઝર ત્યારે હેરાન થઇ ગયો જ્યારે તેને જવાબ કોઇ બીજા યુઝર નહીં પરંતુ દેશના રેલવે મંત્રી પિયૂષ ગોયલે આપ્યો. પિયૂષ ગોયલના જવાબને અત્યાર સુધી સાઈટ પર 33,000થી વધુ લોકો જોઇ ચૂકયા છે. આ સાઇટ પર પ્રશ્ન પૂછી તેનો જવાબ અપાય છે અને તેનું સંપાદન કરાય છે.

યુઝરે પ્રશ્ન પૂછયો હતો કે શું ભારતને અસલમાં બુલેટ ટ્રેનની જરૂરિયાત છે? યુઝરનો ઇશારો સીધો જ મુંબઇ-અમદાવાદની વચ્ચે પ્રસ્તાવિત બુલેટ પ્રોજેક્ટની તરફ હતો. સપ્ટેમ્બરમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ કર્યો હતો. દેશમાં બુલેટ પ્રોજેક્ટને લઇને લોકોનો મિશ્રપ્રતિસાદ છે. કેટલાંક લોકોનું કહેવું છે કે દેશમાં તેની ઉપયોગીતા શું છે, જ્યારે એવા પણ તમામ લોકો છે, જે તેને દેશના વિકાસ માટે જરૂરી માને છે.

યુઝરના પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રી પિયૂષ ગોયલે 884 શબ્દોમાં વિસ્તારથી માહિતી આપતા લખ્યું કે ભારત ઝડપથી વધતી ઇકૉનોમી છે, જેમાં વિકાસની ખૂબ જ જરૂરિયાત છે. ભારતના વિકાસની યોજનામાં સૌથી મોટી જરૂરિયાત રેલવેને નેટવર્કને અપગ્રેડ કરવાની છે. તેમાં હાઇ સ્પીડ રેલવે કોરિડોર્સનો વિકાસ પણ સામેલ છે. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ એનડીએ સરકારની વિઝનરી પ્રોજેક્ટ છે. તેનાથી રેલવે સર્વિસીસમાં સુરક્ષા, ગતિ, અને સર્વિસીસના નવા માપદંડ સ્થાપિત થશે. આ સિવાય તેનાથી ભારતીય રેલવે દુનિયામાં સ્કેલ, સ્પીડ, અને સ્કિલના મામલામાં ઇન્ટરનેશનલ લીડર થઇ શકશે.

પિયૂષ ગોયેલની તરફથી ઇન્ફોગ્રાફ પણ શેર કરાયા

 

એટલું જ નહીં રેલવે મંત્રીએ પોતાના જવાબના સમર્થનમાં કેટલાંય ઇન્ફોગ્રાફ શેર કરીને બુલેટ પ્રોજેક્ટની ઉપયોગિતા અંગે જણાવ્યું. રેલવે મંત્રીનો આ જવાબ ક્વોરા પર વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી 33000થી વધુ લોકો તેને જોઇ ચૂકયા છે.