બેંકની NPA ચિંતાનો વિષયઃ નાથવા માટે અલગ કમિટી રચવા બેંકોને સરકારનો આદેશ - Sandesh
  • Home
  • Business
  • બેંકની NPA ચિંતાનો વિષયઃ નાથવા માટે અલગ કમિટી રચવા બેંકોને સરકારનો આદેશ

બેંકની NPA ચિંતાનો વિષયઃ નાથવા માટે અલગ કમિટી રચવા બેંકોને સરકારનો આદેશ

 | 7:39 pm IST

પબ્લિક સેક્ટર યુનિટ(PSU) બેંકિંગ સિસ્ટમને મજબૂતી આપવા માટે દેશમાં નોન પરફોર્મિગ એસેટ(NPA)નો ઝડપથી ઉકેલ જેવા મુદ્દા વિશે નાણાં પ્રધાન પિયુષ ગોયલે કહ્યું કે બેંકો દ્વારા ટૂંક સમયમાં જ એક એવી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(ARC)પેનલ ખોલવામાં આવશે. જે NPAના ઉકેલ અંગે અહેવાલ રજૂ કરશે. ARCએ માનસિક તાણ પહોંચાડનારા એકાઉન્ટ્સ(લોન લઈને પૈસા ન ભરનારા ખાતાઓ) માટે એક ડેડીકેટેડ મિકેનિઝમ હશે. આ માટે બે અઠવાડિયા પહેલા એક કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં પંજાબ નેશનલ બેંકના નોન એક્ઝિક્યુટીવ ચેરમેન સુનિલ મહેતાની આગેવાનીમાં ARC કે એસેસ મેનેજમેન્ટ કંપની(AMC) ઉભી કરી NPAના ઉકેલ અંગે રિપોર્ટ રજૂ કરશે.

પિયુષ ગોયલે નાણાં પ્રધાન તરીકેની પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આગામી 30 દિવસમાં આ માટે સરકાર પાંચ PSU બેંકોના હેડ નિમવા વિચારે છે.

શું બેંકોને વધું મૂડી પ્રવાહ પૂરો પાડવામાં આવશે તેવા પ્રશ્નને ફગાવી દેતાં તેમણે કહ્યું હતું કે બેંકો જ એક ડેડિકેટેડ મિકેનિઝમની સ્થાપના કરશે જે બેડ લોન વિશે પનારો પાડવા સત્તા અને નાણાં જેવા મુદ્દાઓને ઉકેલવા કામ કરશે. તેમણે કહ્યું હતું કે મંત્રાલય ટૂંક સમયમાં 11 મોટી NPA વિશે ચર્ચા કરશે.

પિયુષ ગોયલે PSU બેંકના વડાઓ સાથેની બેઠકમાં ભારતના અર્થતંત્રને મજબૂતી આપવા માટે સંભવિત ભય સ્થાનોને ધ્યાને લઈને ક્રેડિટ ફ્લોમાં સુધારા વિશે ચર્ચા કરી હતી.

NPA ઈશ્યૂ વિશે ગોયલે કહ્યું હતું કે તમામ બેંકરોએ લોન ન ભરનારા ખાતાઓના ઝડપી ઉકેલ માટે એક મિકેનિઝમ ઉભુ કરવા તૈયારી દર્શાવી છે. કેટલીક બેંકો એવી કમિટી બનાવે કે જે  બહારના તજજ્ઞ લોકોની મદદ લઈને ઝડપી નિર્ણય લેવા માટે સક્ષમ હોય તેમ પણ ગોયલે કહ્યું હતું.

પંજાબ નેશનલ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન સુનિલ મહેતાના વડપણ હેઠળ એક  કમિટિ બનાવવામાં આવી છે જે નિર્ધાર કરશે જે અનેક બેંક સાથે સંકળાયેલી હોય તેવી NPAના ઉકેલ માટે  AMC કે ARC ઉભી કરવી જોઈએ કે નહિં. જો આમ કરવું બેંકિંગ સિસ્ટમના હિતમાં જણાય તો તે કમિટી દ્વારા ધ્યાને લેવાશે.

પિયુષ ગોયલે વધુંમાં કહ્યું હતું કે બેંકો દ્વારા એવી સંપત્તિઓને(સ્ટ્રેસ્ડ એસેટ્સ) ગણવામાં આવશે. બેંકો દ્વારા ઉભી કરવામાં આવનારી AMC કે ARC એ એવી સંપત્તિઓને(સ્ટ્રેસ્ડ એસેટ્સ) ઓળખીને અલગ તારવશે કે જે AMC કે ARCના માળખામાં બંધ બેસતી હોય. આવી સંપત્તિઓના નિરાકરણ માટે પારદર્શી અને ઝડપી નિર્ણય લેવા માટે જરૂર પડે બહારના તજજ્ઞોની મદદ લેવામાં આવશે. અલબત્ત જે સારા લોન ધારકો છે તેને કનડગત ન કરવામાં આવે તે પણ ધ્યાને લેવાશે. તેમને યોગ્ય ક્રેડિટ ફ્લો મળતો રહે તે પણ જોવાશે. ગ્રાહકોનું હિત જળવાય તે પણ કમિટી દ્વારા ધ્યાને લેવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે અરુણ જેટલી હાલમાં સારવાર હેઠળ હોવાથી પિયુષ ગોયલને નાણાં વિભાગનો વધારાનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે.