Piyush Mishra Accused for Harassing Women
  • Home
  • Entertainment
  • Bollywood
  • #MeToo: દારૂ પીધેલી હાલતમાં પીયૂષ મિશ્રાએ કરી હતી મહિલા સાથે આવી હરકત

#MeToo: દારૂ પીધેલી હાલતમાં પીયૂષ મિશ્રાએ કરી હતી મહિલા સાથે આવી હરકત

 | 11:15 am IST

#MeTooમાં હવે જેમનું નામ આવ્યું છે તે છે બોલીવુડનાં જાણીતા સિંગર, રાઇટર અને ડાયરેક્ટર પીયૂષ મિશ્રા. પીયૂષ મિશ્રા પર એક મહિલા પત્રકારે જાતિય દુરવ્યવહારનો આરોપ લગાવ્યો છે. એક સમાચાર પત્રની પૂર્વ કર્મચારીએ પિયૂષ મિશ્રા પર એક પાર્ટી દરમિયાન પોતાની સાથે થયેલા અયોગ્ય વ્યવહારનો આરોપ લગાવ્યો છે. આ વિશે લેખક-નિર્દેશકે કહ્યું કે તેમણે કદાચ દારૂ પી રાખ્યો હતો અને જો તેમના કારણે મહિલાને અસહજ લાગ્યું હોય તો માફી માંગુ છું.

કેતકી જોશીએ ફેસબૂક પર લખેલી પોસ્ટમાં કહ્યું કે કે 2014માં એક ફેન તરીકે એક પાર્ટીમાં પીયૂષ મિશ્રાને મળવા ગઈ હતી. તેણે લખ્યું કે, ‘પીયૂષ મિશ્રાએ 20-25 લોકો સામે ફ્લર્ટ કરવા લાગ્યા અને પાર્ટી દરમિયાન દારૂ પીતા રહ્યા.’ તેણે લખ્યું કે જ્યારે તે પાર્ટી પૂર્ણ કરીને પીયૂષ મિશ્રા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે મારો હાથ પકડી લીધો હતો અને પોતાના હાથ પર રગડવા માંડ્યો હતો.’

#metoo1. Piyush Mishra – Writer, actor, music composer.In 2014, in a private party organized by my friends, he was a…

Posted by Ketki Joshi on Thursday, October 11, 2018

આ વિશે પીયૂષ મિશ્રાએ કહ્યું કે, ‘મને આ ઘટના યાદ નથી, કેમ કે મે દારૂ પી રાખી હતી, પરંતુ ત્યારે પણ મે જો મારા શબ્દો અને હરકતોથી મહિલાએ અસહજ અનુભવ્યુ હોય તો હું આ માટે માફી માંગુ છું.’