NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘પિઝા ચાટ પૂરી’

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘પિઝા ચાટ પૂરી’

 | 3:45 pm IST

બનતા લાગતો સમય- 10 મિનિટ

સામગ્રી
6 નંગ ચાટ પૂરી (તૈયાર મળે છે એ અથવા ઘરે બનાવી શકાય )
લીલી ડુંગળી
ટામેટા
ચીઝ
ટોમેટા કેચઅપ
કોથમીર
લીંબુ
મીઠું
ધાણાજીરૂ
મરચું પાવડર
ખાંડ
ચાટ મસાલો

બનાવવાની રીત

  • સૌ પ્રથમ લીલી ડુંગળીને અને તેના પાનને તથા ટામેટાને ઝીણા સમારી લો.
  • હવે તેમાં મીઠું, મરચું પાવડર,ધાણાજીરૂ,ખાંડ,લીંબુનો રસ નાખી સરખું મિકસ કરવુ.
  • હવે ડિશમાં ચાટ પૂરી ગોઠવી તેના પર ડુંગળીનો તૈયાર મસાલો નાખવો.
  • પછી ચીઝ ખમણીને નાખવું.
  • ત્યારબાદ કોથમીર, ટોમેટા કેચઅપ અને ચાટ મસાલાથી ગાર્નિશ કરવુ.
  • તો તૈયાર છે પિઝા ચાટ પૂરી.

નોંધ
ચાટ પૂરીની જગ્યાએ તમે કોઇ પણ પૂરી કે નમકીન બિસ્કીટ પણ લઇ શકો છો.