Place the sugar on tomatoes and then scrub, skin will shine
  • Home
  • Fashion & Beauty
  • ટામેટા પર આ રીતે મૂકો ખાંડ અને પછી કરો સ્ક્રબ, ત્વચા ચમકી જશે

ટામેટા પર આ રીતે મૂકો ખાંડ અને પછી કરો સ્ક્રબ, ત્વચા ચમકી જશે

 | 2:09 pm IST

બ્રાઇટ અને ફેર સ્કિન ટોન મેળવવા માટે ટામેટા ફેશિયલ સૌથી સેફ અને પ્રભાવી ઉપાય છે. ટામેટા લાઇકોપીનથી ભરપૂર હોય છે. જે એક ખૂબ જ શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ છે. તે તમારી ત્વચાને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.જેમ કે સ્કિનને સન ડેમેજથી બચાવે છે.એન્ટી એજિંગની સાથે-સાથે સ્કિન કેન્સર પણ રોકે છે. ટામેટામાં પોર્સને ટાઇટ કરવાના ગુણ હોય છે.

ટામેટા આપણી ત્વચાને ઓક્સિજનને અવશોષિત કરવામાં સક્ષમ બનાવે છે. જેનાથી સ્કિન યંગ અને હેલ્ધી દેખાય છે. ટામેટામાં વિટામીન સી વધારે પ્રમાણમાં હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં હેલ્પ કરે છે.

– સૌથી પહેલા તમે તમે તમારા ચહેરાને બરાબર ક્લિન કરી લો. તે બાદ કાચા ટામેટાને મિક્સરમાં ઉમેરીને પ્યોરી બનાવી લો હવે ચહેરા પર હળવા હાથે સ્ક્રબ કરી લો અને તે બાદ ટામેટાની પ્યોરી લગાવીને 15-20 મિનિટ રહેવા દો. બાદમાં તેને પાણીથી ધોઇ લો, તમારા ચહેરા પર ગ્લો જોવા મળશે.

– તે સિવાય તમે ટામેટાને સ્લાઇટમાં કટ કરી લો. અને સ્લાઇટની ઉપર થોડાક પ્રમાણમાં ખાડં લો ધ્યાન રહે કે ખાંડ બારીક દાણા વાળી હોવી જોઇએ. હવે તેનાથી તમારા આખા ચહેરા પર હળવા હાથે રગડો. આમ કરવાથી સ્ક્રબિંગ અને ફેસિઅલ બન્ને એક સાથે થશે અને તમારા ચહેરામાં ગ્લો જોવા મળશે.

આ પણ જુઓ : 108 એમ્બ્યુલન્સને સાંજના 6 વાગ્યા સુધીમાં 3351 ઈમર્જન્સી કોલ્સ મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન