રાજકોટ જિલ્લા કલેકટરે લીધી માર્કેટ યાર્ડની મુલાકાત, CCTV રૂમ કરાયો સીલ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટ જિલ્લા કલેકટરે લીધી માર્કેટ યાર્ડની મુલાકાત, CCTV રૂમ કરાયો સીલ

રાજકોટ જિલ્લા કલેકટરે લીધી માર્કેટ યાર્ડની મુલાકાત, CCTV રૂમ કરાયો સીલ

 | 5:11 pm IST

રાજકોટમાં મંગળવારે સાંજે માર્કેટ યાર્ડમાં બારદાન ગોડાઉનમાં લાગેલી આગમાં લાખોના બારદાન બળીને ખાખ થઈ જવાની ઘટનામાં, પાવરહ સપ્લાઈ બંધ હોવા છતાં લાગેલી આગ અંગે રહસ્ય સર્જાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ ઘટનાને પગલે રાજકોટ કલેક્ટરે સ્થળની મુલાકાત લઈને તપાસના આદેશ આપતા, માર્કેટ યાર્ડમાં સીસીટીવી ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યા છે. આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ કરવા આદેશો આપી દેવાયા છે.

રાજકોટમાં માર્કેટ યાર્ડમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ રહેવા પામ્યું છે. દરમિયાન જિલ્લા કલેક્ટરે જૂના માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ આગ અંગે પોલીસ અને ફોરેન્સિક અધિકારી દ્વારા તપાસ કરાશે તેવા આદેશ આપ્યા હતા. જોકે આગને લઈને જુદા જુદા નિવેદનો સામે આવી રહ્યાં છે. CCTV રૂમને પોલીસે સીલ લગાવ્યું હતું. જ્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા યાર્ડ સત્તાધીશો દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે માર્કેટ યાર્ડમાં પાવર સપ્લાય પણ બંધ હોવા છતાં આગ લાગતા અનક અટકળો કરવામાં આવી રહી છે. બારદાન ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ સિવાયના લોકોને જવાની મનાઈ છે. આમ છતાં બારદાનમાં મોટેપાયે લાગેલી આગમાં 25 લાખ બારદાન બળીને ખાખ થઈ ગયા છે. આગ હજી પણ કાબૂમાં ન આવતા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગને કારણે 19 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ બારદાન હોવાનું કારણ આગળ ધરીને માર્કેટ યાર્ડમાં ખરીદી અટકાવી દેવામાં આવી હતી. બારદાનના અભાવે મગફળીની ટેકાના ભાવે ખરીદી બંધ કરાવી દેવાયી હતી.જો તેમ હતું તો પછી આટલા બારદાન આવ્યા ક્યાંથી તે ચર્ચાનો વિષય બન્યો છે. બુધવારે માર્કેટ યાર્ડમાં બટેટા તેમજ શાકભાજીની હરાજી બંધ રાખવામાં આવી હતી.