Jupiter is very favourable for these people, are from them
  • Home
  • Astrology
  • આ બધાં જ માટે આ વર્ષે ગુરુ ગ્રહ છે શુભ ફળદાતા, છો તમે આમાંથી કોઈ એક

આ બધાં જ માટે આ વર્ષે ગુરુ ગ્રહ છે શુભ ફળદાતા, છો તમે આમાંથી કોઈ એક

 | 12:54 pm IST

દેવ ગુરુ બૃહસ્પતિ જ્યોતિષશાસ્ત્રમાં અતિ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. સામાન્ય રીતે શુભ ગણાતો આ ગ્રહ ક્યારેય ખરાબ કરતો નથી. જો કુંડળીમાં આ ગ્રહ પ્રભુત્વ ધરાવતો હોય કે પછી એ ગ્રહના મૂળાંકમાં તમે જન્મ્યા હોય કે પછી કેલેન્ડર વર્ષના આ સમયગાળામાં જન્મ્યા હોય તો તમારા માટે ગુરુ ગ્રહ પ્રભાવી નિવડે છે. આવા વ્યક્તિને જીવનમાં તે તમામ ખુશીઓનો દાતા બને છે. આવા વ્યક્તિની કુંડળીમાં પણ ગુરુ મજબૂત સ્થિતિમાં કે પછી બળવાન થઈને પડેલો હોય છે. વ્યક્તિના જન્માક્ષરમાં ગુરુની સ્થિતિ મજબૂત હોય છે. આવા વ્યક્તિઓ ગુરુ પ્રધાન ગણાય છે. તેઓ વિશેષ સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતા હોય છે.

આવા લોકો ખુબ જ ધાર્મિક વૃત્તિના હોય છે ચારિત્ર્ય અને સ્વભાવથી પણ અથિ સારા હોય છે. સામાન્ય રીતે જીવનમાં ગુરુની દશા શુભ નિવડે છે. ગુરુની દશામાં કરેલું લગ્ન પણ સુખી દાંપત્યજીવન આપે છે. સુખી જીવન માટે ગુરુ અથિ મજબૂત પકડ ધરાવે છે. જો ગુરુ શુભ તો જીવન શુભ નિવડે જ છે.  

વર્ષ 2019ની જો વાત કરીએ તો આ વર્ષે ગુરુ વૃશ્ચિક રાશિમાં છે. જેને લીધે આ  5 પ્રકારના લોકો પર તેમની વિશેષ કૃપા જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષ એટલે કે 2019 નો અંક 3 છે, જે સ્વયં બૃહસ્પતિનો અંક છે. તેથી નિશ્ચિત પણે જે લોકો કોઈપણ રીતે 3ના આંક સાથે જોડાયેલા હોય તેમના માટે આ વર્ષ યાદગાર નિવડશે. તેમાં કોઈ શંકા રાખવા જેવું નથી.

આ વર્ષે, ગુરુ પ્રધાન લોકો ખૂબ જ સારું નિવડશે. આ ઉપરાંત અન્ય લોકો પણ છે જેના માટે આ વર્ષ વિશેષ ફળદાયી થઈને આવ્યું છે. જેમનું ભાગ્ય સોળે કળાએ ખીલી ઉઠશે….

3 અંક વાળાઓ માટે વર્ષ શુભઃ

શુભ સૌ પ્રથમ, એ લોકો જેમનો જન્મ કોઈ પણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થયો હોય. તેમનો અંક 3 છે અને તે ગુરુ વાળા છે. આ વર્ષ આ લોકો માટે ખાસ કરીને ફળદાયી બનશે.

આ વય ધરાવનારા માટે શુભઃ

જો વયની વાત કરીએ તો જે લોકો જીવનના ચોક્કસ પડાવ પર આ વર્ષમાં હોય તેમના માટે શુભ નિવડશે. જેઓ તેમના જીવનના 30, 21, 39, 48, અથવા 57 માં વર્ષમાં છે તો આ વર્ષ તેમના માટે સારું રહેશે.

આ મહિનામાં જન્મનારા માટે વર્ષ શુભઃ

 જ્યોતિષવિદ્યા અનુસાર જેમના જન્મનો મહિનો માર્ચ, જૂન, નવેમ્બર અથવા ડિસેમ્બર છે તો, આ વર્ષ પણ તેમના માટે શુભ રહેશે.

આ રાશિના લોકો માટે વર્ષ શુભઃ
 સામાન્ય રીતે જોઈએ તો બધી જ રાશિ માટે શુભ, આમછતાં કર્ક, મિથુન, વૃશ્ચિક,ધન અને મીન રાશિ માટે વધું શુભ નિવડશે.

જેમની કુંડળીમાં ગુરુ બળવાન હોયઃ

જેમના જન્માક્ષરમાં ગુરુ પહેલાથી શુભ અને મજબૂત સ્થિતિમાં હોય, કેન્દ્રમાં હોય કે ત્રિકોણમાં હોય, ઉચ્ચનો હોય કે મિત્ર ક્ષેત્રી હોય કે પછી સ્વગૃહી હોય તેમના માટે ખૂબ ફાયદાકારક રહેશે.

જે લોકો શાંત, સમજદાર અને સારી પ્રતિભા ધરાવતા હોય તેમના માટે પણ ગુરુ આ વર્ષે વિશેષ શુભ  નિવડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન