planet transit in July Know effects on all Zodiac sign
  • Home
  • Astrology
  • જુલાઈમાં ફક્ત બે ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ ચાર રાશિઓ માટે આવશે ખુશીના સમાચાર

જુલાઈમાં ફક્ત બે ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, આ ચાર રાશિઓ માટે આવશે ખુશીના સમાચાર

 | 8:28 am IST

જુલાઈ મહિનામાં તમામ 9 ગ્રહોમાં ફક્ત 2 ગ્રહો જ રાશિ પરિવર્તન કરશે. આ જ મહિનામાં 5 જુલાઈએ ચંદ્રગ્રહણ પણ થશે. જ્યારે ગ્રહોનું રાશિચક્ર બદલાઈ જાય છે, ત્યારે તે તમામ 12 રાશિઓને પ્રભાવીત કરે છે. જુલાઈ મહિનામાં માત્ર સૂર્ય અને બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે.

સૂર્ય – 17 જુલાઈએ સૂર્યનું રાશિ પરિવર્તન થશે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બધા ગ્રહોમાં, સૂર્ય રાજાનું બિરુદ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, સૂર્યને ગૌરવ, સન્માન અને યશ આપનાર ગ્રહ માનવામાં આવે છે.

ચંદ્રમાં રોજ દોઢ દિવસમાં રાશિ બદલે છે. જુલાઈ મહિનામાં ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ 5 જુલાઈએ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ એક ઉપછાયા ચંદ્રગ્રહણ હશે જેમાં પૃથ્વીનો માત્ર પડછાયો ચંદ્ર પર પડશે આથી સંપૂર્ણ ચંદ્રગ્રહણ નહી થાય.

મંગળ
જુલાઈ મહિનામાં મંગળ કોઈ રાશિ પરિવર્તન નહી કરે. મહિના દરમિયાન મંગળ મીન રાશિમાં જ રહેશે. ગ્રહોમાં મંગળને સેનાપતિ કહેવામાં આવે છે. મંગળની અસરને કારણે વ્યક્તિનો ગુસ્સો વધે છે અને જમીન સંબંધિત વિવાદ શરૂ થાય છે.

બુધ – 12 જુલાઈના રોજ બુધ વક્રીથી માર્ગી થશે. બુધ હાલમાં મિથુન રાશિમાં છે.
30 જૂને ગુરુનું રાશિ પરિવર્તન થયુ હવે આ મહિનામાં ગુરુ કોઈ પણ રાશિ બદલશે નહીં. ગુરુ 20 નવેમ્બરના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે અને તે જ રાશિમાં વર્ષ દરમિયાન આગળ વધશે. ગુરુ, ધન અને મીન રાશિનો સ્વામી છે, કર્ક રાશિમાં ઉચ્ચ અને મકર રાશિમાં નીચના સ્થાને માનવામાં આવે છે. તેમના રાશિ પરિવર્તનની સીધી અસર તમામ જાતકો પર પડે છે.

શુક્ર એ સુખ અને સમૃદ્ધિનો ગ્રહ છે. જુલાઈમાં, શુક્ર આખા મહિના માટે વૃષભ રાશિમાં રહેશે. અગાઉ, શુક્ર ગ્રહ 25 જૂને બપોરે 12.16 વાગ્યે તેના વક્રી સ્થિતિનો અંત લાવીને માર્ગી બની ગયો હતો. જ્યોતિષમાં, શુક્ર એ સંતાન સુખ, વૈભવ, ઘર-વાહન સુખ, કીર્તિ, સુંદરતા, પ્રેમ સંબંધ, સુગંધિત વસ્તુઓ, ગુપ્તરોગ, બ્રહ્મચર્ય અને સારા પાત્ર વગેરે માટે જવાબદાર પરિબળ છે. શુક્ર, વૃષભ અને તુલા રાશિનો સ્વામી, કન્યા રાશિમાં નીચ સ્થાને અને મીન રાશિમાં ઉચ્ચ માનવામાં આવે છે.

સૌથી ધીમો ગતિશીલ ગ્રહ શનિ છે. તે લગભગ અઢી વર્ષમાં તેની રાશિ બદલે છે. કર્ક રાશિમાં શનિને પાછા આવવામાં 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિ હાલમકર રાશિમાં છે. 11 મી મેના રોજ શનિ વક્રી થયો હતો.

રાહુ કેતુ સ્થિતિ
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. અત્યારે રાહુ અને કેતુમાં કોઈ ફેરફાર થશે નહીં. હાલમાં રાહુ મિથુન રાશિમાં છે અને કેતુ ધન રાશિમાં છે.

જુલાઈમાં તમામ રાશિઓ પર પ્રભાવ
શુભ – વૃષભ, મિથુન, કુંભ અને કન્યા રાશિ માટે શુભ રહેશે
અશુભ – મેષ, મીન, ધન અને તુલા રાશિ માટે અશુભ રહેશે

આ વીડિયો જુઓ: દર્શન કરો અયોધ્યામાં સ્થાપિત કાલેરામ ભગવાનના મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન