ગ્રહોનો પરસ્પર સમાગમ - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS

ગ્રહોનો પરસ્પર સમાગમ

 | 4:35 am IST

જ્યારે એક ગ્રહ બીજા ગ્રહના વર્તુળની હદમાં આવે છે ત્યારે તેમનો સમાગમ થાય છે. આ સમાગમને યુતિ કહે છે. (સૂર્ય-ચંદ્રની યુતિ)

યુતિ બે થી વધારે ગ્રહોની પણ થાય છે. (મંગળ, બુધ, ગુરુ, શુક્રની યુતિ)

આવી યુતિ જો સારા ગ્રહોની હોય છે તો ઘણું સારું ફળ આપે છે. દૃષ્ટાંત તરીકે લગ્ને સૂર્ય મંગળની શુભ યુતિ મનુષ્યને (૧) બળવાન, સત્તાવાનને દીર્ઘાયુષી બનાવે છે. (૨) સારી પદવીની જગા આપે છે. (૩) માન ઈલ્કાબ અને પ્રમોશન આપે છે. (૪) મજબૂત મનોબળ અને બીજાને તાબે કરવાની શક્તિ આપે છે. (૫) જોખમદારીની જગા અને કામ કરવાનો જુસ્સો આપે છે.

આવી યુતિ જો નઠારા ગ્રહોની હોય તો પણ બૂરું ફળ આપે છે. દૃષ્ટાંત તરીકે સાતમે તુલા રાશિમાં શનિ ચંદ્રની ખરાબ યુતિ મનુષ્યને (૧) ભિખારી કરી મૂકે છે. (૨) દેવાળીઓ બનાવે છે. (૩) તેની મિલકતની ખુવારી કરાવી તેની પાસે આખી જિંદગીભર પૈસા સંબંધી હાડમારી ભોગવાવે છે. (૪) તેની પાસે જિંદગીભર સખત મહેનત કરાવે છે અને (૫) તેના મિત્રો તથા સ્ત્રીની મારફતે જ તેની ખુવારી કરાવે છે.

સૂર્ય-ચંદ્રની શુભ યુતિઃ

સૂર્ય-ચંદ્રની લગ્ન મેષ રાશિમાં શુભ યુતિ (૧) જિંદગીમાં વિજય આપે છે. (૨) આબાદી આપે છે. (૩) સત્તા આપે છે. (૪) માન-મરતબોને હોદા આપે છે. (૫) અન્ય મનુષ્યોને મદદ આપે છે. આવો મનુષ્ય યંત્રકામનો ઉત્સાહી હોય છે. તે શિલ્પી પણ ઊંચા પ્રકારનો થઈ શકે છે. ઈજનેર તરીકે સારી ખ્યાતિ મેળવી શકે છે.

સૂર્ય-ચંદ્રની ખરાબ યુતિ-

સૂર્ય-ચંદ્રની આઠમે વૃશ્ચિક રાશિમાં ખરાબ યુતિ (૧) નાણાં મુશ્કેલી ઊભી કરે છે. (૨) નોકરી-ધંધો મેળવવામાં અડચણો ઊભી કરે છે. (૩) સટ્ટાથી કે સ્ત્રીઓથી ધનની ખરાબી કરાવે છે. (૪) શરદી અને ઈન્ફલ્યુએન્ઝાનાં દર્દોથી ભારે માંદગી ભોગવાવે. (૫) સઘળી મનોહર આશાઓના મહેલના ભૂક્કા કરી દે છે.

સૂર્ય-મંગળની ખરાબ યુતિઃ

સૂર્ય-મંગળની આઠમે વૃશ્ચિક રાશિમાં અને બારમે મીન રાશિમાં ખરાબ યુતિ (૧) માથાના ફરેલ બનાવે છે. (૨) દૃઢ અને હિંમતવાન છતાં વાતવાતમાં ક્રોધી બનાવે છે. (૩) કોઈપણ જાતના સટ્ટામાં આંખો મીંચીને સાહસ કરનાર આંધળીઓ બનાવે છે. (૪) ઉદાર, ભોળોને માયાળુ બનાવી પાયમાલી લાવે છે. (૫) બાપ-દીકરાનો વિયોગ કરાવે છે. (૬) કુટુંબ સાથે અણબનાવ ઉત્પન્ન કરે છે. (૭) અકસ્માતથી કે શસ્ત્રક્રિયાથી નુકસાન કરાવે છે. (૮) વ્યસની બનાવે છે.

સૂર્ય-બુધની શુભ યુતિઃ

સૂર્ય-બુધની દશમે સિંહ રાશિમાં શુભ યુતિ (૧) લોબી અને પાકો વેપારી બનાવે છે. (૨) સહેલાઈથી શીખનાર અને અભ્યાસી બનાવે છે. (૩) બધી વાતો એકદમ સમજી મનમાં રાખી શકે તેવો ચાલાક બનાવે છે. (૪) ધંધામાં પ્રવીણ અને હિસાબમાં એક્કો બનાવે છે. (૫) સારો લેખક બનાવે છે અને (૬) ઘણો સારો દાક્તર કે રસાયણિક બનાવે છે.

સૂર્ય-બુધની અશુભ યુતિઃ-

સૂર્ય-બુધની બારમે મીન રાશિમાં અશુભ કે ખરાબ યુતિ (૧) મંદ બુદ્ધિવાળો (૨) આડંબરી ને હોશિયારીનો ફાંફો ધરાવનાર, (૩) અહંકારી, (૪) વાતોડીઓ, (૫) મુસાફરીનો શોખીન, (૬) દરેકની બાબતમાં ઉપલકીયું જ્ઞાાન ધરાવનાર-સબ બંદરનો વેપારી બનાવે છે. તે મૂર્ખ હોય છે, છતાં ડાહ્યા તરીકેનો ડોળ દાખવે છે.

સૂર્ય-ગુરુની શુભ યુતિઃ

સૂર્ય-ગુરુની લગ્ને કર્ક રાશિમાં શુભ યુતિ (૧) વિજય અપાવે છે, (૨) આબરૂ વધારે છે, (૩) સત્તાવાળા મિત્રોના મેળાપ કરાવી આપી તેમની પાસેથી મદદ મેળવવામાં સાથ આપે છે. (૪) દીર્ઘ આયુષ્ય આપે છે. (૫) માયાળુ સ્વભાવને શુદ્ધ અંતઃકરણ બનાવે છે.

સૂર્ય-ગુરુની ખરાબ યુતિઃ

સૂર્ય-ગુરુની આઠમે કન્યા રાશિમાં ખરાબ યુતિ (૧) દ્રવ્યની હાનિ કરાવે છે (૨) કમનસીબ જિંદગી ગુજારાવે છે. (૩) ધીરધારમાં ખોટ લાવે છે. (૪) જમીનમાં તકરાર ઊભી કરી ઉપાધિ લાવે છે. (૫) કાયદાની તકરારોથી નુકસાન કરાવે છે. (૬) અંત વખતે ઘણી ગરીબાઈ (૭) પિતા-પુત્ર વચ્ચે અણબનાવ કરાવે છે.

સૂર્ય-શુક્રની શુભ યુતિઃ

સૂર્ય-શુક્રની દશમે તુલા રાશિમાં શુભ યુતિ (૧) સંગીત, ગાયન અને નૃત્યમાં પાવરધો બનાવે છે. (૨) શાસ્ત્રનો શોખ જાગૃત કરે છે. (૩) સંગીતકાર, કવિ કે નટ બનાવે છે. (૪) લેખક કે નવલકથાકાર બનાવે છે. (૫) સ્ત્રીઓનાં કપડાં, દાગીના ને જવાહરના વેપારમાં લાભ અપાવે છે. (૬) સૌંદર્યનો શોખ જાગ્રત કરે છે.

સૂર્ય-શુક્રની ખરાબ યુતિઃ

સૂર્ય-શુક્રની છઠ્ઠે કન્યા રાશિમાં ખરાબ યુતિ (૧) કંપની મોજમજા અને સ્ત્રીઓની દોસ્તીનો શોખ જાગ્રત કરે છે. (૨) સ્ત્રીઓમાંને મોજમજામાં પૈસો અને વખત ગુમાવડાવે છે. (૩) વ્યભિચારી બનાવે છે. (૪) વૈભવ, સ્ત્રીઓ, લૂગડાં અને આભૂષણમાં ધનની હાનિ કરાવે છે. (૫) નિરાશા અને ઉદ્વેગ ઉત્પન્ન કરે છે.

સૂર્ય-શનિની શુભ યુતિઃ

સૂર્ય-શનિની ત્રીજે મેષ રાશિમાં અને નવમે તુલા રાશિમાં શુભ યુતિ (૧) દૃઢ, ખંતીલો અને સાવધ બનાવે છે. (૨) મોટા અને સત્તાવાન મનુષ્યો પાસેથી ફાયદો અપાવે છે. (૩) ફાયદાકારક ધંધો કરાવે છે. (૪) રાજ્યની નોકરી અપાવે છે. (૫) આબરૂમાં વધારો કરાવે છે. (૬) પ્રજાપતિના અને ધાતુના વેપારમાં સારો ફાયદો અપાવે છે.

સૂર્ય-શનિની ખરાબ યુતિઃ

સૂર્ય-શનિની ચોથે મેષ રાશિમાં ખરાબ યુતિ (૧) તબિયતને બગાડે છે. (૨) છાતીનાં દર્દો ઉત્પન્ન કરે છે. (૩) ક્ષય કે દમ લાગુ પડે છે. (૪) વેપારમાં મોટી ખાધ લાવે છે. (૫) અપકીર્તિ કરાવે છે.

(ક્રમશઃ)

[email protected]