Planning a review meeting at the residence of the Chief Minister
  • Home
  • Gandhinagar
  • ખેડૂતોને થયેલ નુકસાનને લઇ મુખ્યમંત્રીના નિવાસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન

ખેડૂતોને થયેલ નુકસાનને લઇ મુખ્યમંત્રીના નિવાસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન

 | 2:33 pm IST

ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને તેમની અધ્યક્ષતમાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીઓ સહિત કૃષિમંત્રી આર.સી.ફળદુ અને વીમા કંપની ઉપસ્થિત રહેશે. બેઠકમાં વીમા કંપનીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વે અંગે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાત અને ખેતીનો જુનો સંબંધ છે, પણ છેલ્લા 5 વર્ષથી જોઇએ તો ગુજરાતના ખેડૂતોને હાંલાકીઓનો સામનો કરવો પડતો હોય છે, સમગ્ર ગુજરાતમાં ગયા વર્ષે વરસાદ નહિવત થતા ખેડૂતોને પાક લેવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. જેના કારણે પાછલા વર્ષે ખેડૂતો માટે વરસાદ ન હોવાથી પાણીના પ્રશ્ને ખેતી થઇ શકી ન હોતી.

જો કે આ વર્ષે પણ વરસાદની સિઝનના પ્રારંભમાં મેઘરાજાએ દેખાડા ન હોતા દીધા. જેને લઇને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. પણ આ વર્ષે સારો એવો વરસાદ પણ પડ્યો છે. આ વરસાદ એટલો વધારે પડ્યો કે એ પણ ખેડૂતો માટે નુકસાન કારક સાબિત થયો છે. દિવાળી બાદ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં માવઠા સ્વરૂપે વરસાદ આવ્યો છે. જેને લઇને ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે.

તો આ સમગ્ર મામલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે વીમા કંપની દ્વારા એક સર્વે હાથ ધરીને ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા ખેડૂતોને નુકસાન અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ સમગ્ર મામલે સમિક્ષા કરવા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓ – મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને મળશે બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન