NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • લો બોલો! સરકાર હવે કરશે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલીવરી

લો બોલો! સરકાર હવે કરશે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલીવરી

 | 9:06 pm IST

સરકારે 16 જૂનથી રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતની સમીક્ષા શરૂ કરી દીધી છે જેના પગલે હવે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાઈ જાય છે. સરકાર હવે એવી તૈયારીમાં છે કે ડીઝલ અને પેટ્રોલની હોમ ડિલીવરી કરવામાં આવે. આનો સૌથી મોટો ફાયદો એ થશે તો જો રસ્તામાં તમારું પેટ્રોલ ખલાસ થઈ જાય તો માત્ર એક ફોન કરીને પેટ્રોલ અને ડીઝલ મંગાવી શકાશે. જોકે આ સુવિધા માટે ચાર્જ લેવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટ પર પેટ્રોલિયમ મંત્રાલય કામ કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટને કારણે પેટ્રોલિયમ સેક્ટરની રેવન્યૂ વધશે અને અનેક નવી નોકરીઓ ઉભી થશે. આ માટે બે વિકલ્પોની વિચારણા ચાલી રહી છે. પહેલાં વિકલ્પ પ્રમાણે પેટ્રોલ પંપ ડીલર્સ હોમ ડિલીવરીનું કામ કરશ અને બીજા વિકલ્પ પ્રમાણે એમાં પ્રાઇવેટ સેક્ટર કંપનીઓને શામેલ કરવામાં આવશે. આ માટેનો ડિલીવરી ચાર્જ કિલોમીટરના આધારે નક્કી થશે.

સામાન્ય રીતે હોમ ડિલીવરીમાં છેતરપિંડીનો ડર રહેતો હોય છે પણ સરકાર આ મામલે પણ યોગ્ય પગલાં લેવાની વિચારણા કરી રહી છે. હોમ ડિલીવરી કરનાર વ્યક્તિ પાસે એક મશીન હશે જેનાથી ડીઝલ-પેટ્રોલની શુદ્ધતા તેમજ એનું પ્રમાણ ચેક કરી શકાશે. આના માટે દેશના ખૂણેખૂણામાં ડીલર્સ નિમવાની યોજના છે.