plans-reliance-jio-to-offer-5g-services-by-2021
  • Home
  • Featured
  • જાણો સસ્તા 5G સર્વિસ પર શુ છે રિલાયન્સ જિયોનો પ્લાન

જાણો સસ્તા 5G સર્વિસ પર શુ છે રિલાયન્સ જિયોનો પ્લાન

 | 3:12 pm IST

રિલાયન્સ જિયોએ ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસમાં કહ્યુ છે કે ભારતમાં તે 2021માં સસ્તી 5G સર્વિસ પ્રોવાઈડ કરવાનો વિચાર કરી રહ્યો છે. જિયોના મૈથ્યુ ઉમને કહ્યુ કે ભારતમાં 5G ટેકનોલોજી 2019-20માં આવશે. વધારે લોકોને સસ્તી સર્વિસ ભારતમાં 2021થી મળશે. અમે ભારતના દરેક ખુણે 5G ટેકનોલોજી લાવવાની જરૂરિયાત છે. અમારી પાસે 2021 સુધીમાં સસ્તી ડિવાઈસ ઉપલબ્ધ થઈ જશે જે 5G પ્લેટફોર્મને સપોર્ટ કરી શકે.

રિલાયન્સ જિયોએ જણાવ્યુ હતુ કે 5G ટેકનોલોજીથી ચાલી શકે તેવા મોબાઈલ ડિવાઇસ ઉપલબ્ધ નથી, પણ એવુ માનવામાં આવી રહ્યુ છે કે 2019 સુધીમાં આવી ડિવાઇસ આવી જશે. હાલ જિયોને 5G ઇન્ટરનેટ માટે ટ્રાયલ કરવા સ્પેક્ટ્રમ આપવામાં આવ્યુ છે. કંપનીએ 5G ટેકનોલોજી પર ચાલતી સ્વીડિશ કંપની એરિક્શનની ડ્રાઈવરલેસ કારને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

મૈથ્યૂએ એ પણ જણાવ્યુ કે હાલ ટેલિકોમ ટૈરિફને વધારી ન શકાય. કેમકે હજુ પણ કેટલાક લોકો ફીચર ફોન્સનો ઉપયોગ કરી રહ્યા છે અને સ્માર્ટફોન પર અપગ્રેડ નથી થયા. તેમણે માહિતી આપતા કહ્યુ કે હજુ પણ લગભગ 40 કરોડ લોકો ફિચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. હજુ એ લોકો સુધી પહોંચ્યા પહેલા ટૈરિફને વધારી ન શકાય. આપણે યુએસ અને ચીનની કંપનીઓથી પ્રેરણા લેવી જોઈએ. આ લોકો ડેટા યુઝના આધારે આગળ આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન