શાકભાજીની છાલને ફેંકવાની જગ્યાએ આ રીતે કરો તેનો ઉપયોગ - Sandesh
NIFTY 10,544.35 -20.95  |  SENSEX 34,366.16 +-61.13  |  USD 66.0150 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • શાકભાજીની છાલને ફેંકવાની જગ્યાએ આ રીતે કરો તેનો ઉપયોગ

શાકભાજીની છાલને ફેંકવાની જગ્યાએ આ રીતે કરો તેનો ઉપયોગ

 | 12:10 pm IST

આપણે હંમેશા રસોડામાં શાકભાજી સમારતી વખતે તેની છાલને નકામી સમજીને કાઢી નાખતા હોઈએ છીએ. જો તમે ઘરમાં ગાર્ડનમાં નાના-નાના હર્બ ઉગાડવા માંગતા હોય તો ફેંકવામાં આવેલ છાલ તમારા કામમાં આવી શકે છે. તે ઓર્ગેનિક રીતે ઘરે જ ઉગાડવામાં આવતી હોવાથી તેનો રસાઈમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. આવું કરવાથી તમને તાજા શાકભાજી પણ મળશે અને તેના સ્વાદ પણ સારો આવશે.

1. લીલી ડુંગળી :

લીલી ડુંગળીથી શાકનો સ્વાદ એકદમ અલગ જ આવે છે. લીલી ડુંગળી સમારતી વખતે તેના ફોતરાને ફેંકવાની જગ્યાએ પાણીથી કાચથી ભરેલા જારમાં નાખી દો. તે વાતનું ધ્યાન રાખવું કે તેના મૂળ પાણીની બહાર હોવા જોઈએ. તેનું પાણી બદલતા રહેવું જોઈએ અને તડકા વાળી જગ્યા પર રાખો. તેના મૂળ ઉગશે પછી તેને કુંડામાં લગાવી દો. તેનાથી પછી ડુંગળી ઉગવા લાગશે.

2. આદુ :

દરેક રસોઈમાં આદુનો ઉપયોગ તો જરૂરથી કરવામાં આવે છે. બચેલા આદુના નાના-નાના ટુકડાને કુંડામાં વાવી દો. તેને દરરોજ પાણી આપવું. આદુને વધારે તડકાની જરૂર નથી હોતી. તેના પછી તમે તેનો ઉપયોગ કરી શકો છો.

3. પાસર્લિ :

પાસર્લિના ગુણ અજમા જેવા હોય છે પરંતુ પાસર્લિના દાણા અજમા કરતા થોડા મોટા હોય છે. તે દેખાવમાં કોથમીર જેવા લાગે છે. આયુર્વેદિકની જેમ ઉપયોગ કરવામાં આવતા પાસર્લિના ફોતરાને ફેંકવાની જગ્યાએ ગરમ પાણીમાં નાખી દો. પાણીને અક સપ્તાહ સુંધી બદલતા રહેવું. પછી જ્યારે તેના પાન વધવા લાગે ત્યારે તેને માટીમાં લગાવી દો.