How Planting a plant Can Change Your Life astrology
  • Home
  • Astrology
  • આ એક છોડ વાવવાથી બદલાઈ જશે તમારૂં ભાગ્ય, જાણી લો કેવી રીતે

આ એક છોડ વાવવાથી બદલાઈ જશે તમારૂં ભાગ્ય, જાણી લો કેવી રીતે

 | 1:40 pm IST

આપણે ત્યાં સદીઓથી પ્રકૃત્તિ સાથે જીવનને જોડવામાં આવે છે. ફુલ-છોડ માત્ર વાતાવરણ જ શુદ્ધ નથી કરતું તેનાથી આપણા જીવનમાં સારા નરસા પરિણામ પણ આવે છે. આયુર્વેદમાં પણ વૃક્ષ અને ફૂલ છોડનું અનેરૂ મહત્વ દર્શાવાયુ છે. આપણે ત્યાં લગભગ દરેક આંગણામાં તુલસીજીનો છોડ વાવવાની પરંપરા રહેલી છે.

આ પણ વાંચો: હંમેશા ડબલ ભાગ્યરેખા શુભ નથી હોતી, શું છે એનું કારણ અને એના પાછળનું શાસ્ત્ર? જાણો અહિં

તુલસીના છોડનું ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ જોવા મળે જ છે. જો કે તુલસીના છોડનું મહત્વ વાસ્તુ શાસ્ત્રમાં પણ દર્શાવાયું છે. તુલસીનો છોડ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરી ઘરના વાતાવરણને પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. તુલસીના છોડની પૂજા ભગવાનની સાથે થાય છે અને દરેક પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીમાં અગ્નિ તત્વ હોય છે અને તે મંગળ ગ્રહ સાથે સંબંધિત છે.

વિષ્ણુ ભગવાનની કોઈ પણ પૂજા કરો અને તેમાં તુલસીદલ ન હોય તો પૂજા અધુરી જ રહે છે. શાલિગ્રામની સાથે વૈષ્ણવો તુલસીજીની પણ પૂજા કરે છે. તુલસીનો છોડ મનને સ્થિર કરી શાંતિ પ્રદાન કરે છે. જો કે તુલસીનો છોડ જીવનમાં આર્થિક સ્થિરતા લાવવા માટે પણ મદદરૂપ થાય છે.

જે વ્યક્તિની ઈચ્છા હોય કે તેના ખિસ્સામાંથી પૈસા ખાલી ન થાય તેણે પર્સમાં તુલસીનું એક પાન રાખવું જોઈએ. તુલસીનું પાન લક્ષ્મીને આકર્ષિત કરે છે. દુકાનમાં ધંધો બરાબર ન ચાલતો હોય તો ત્રણ દિવસ સુધી તુલસીનું પાન એક વાટકી પાણીમાં રાખવું અને ત્રીજા દિવસે આ પાણી દુકાનના મુખ્ય દરવાજા પાસે છાંટવું. આ ઉપાયથી ધંધામાં બરકત આવે છે.

ઘરમાંથી બીમારી દૂર ન થતી હોય તો રસોડામાં એક વાટકીમાં થોડા તુલસીના પાન તોડીને રાખવા. આ ઉપાય રસોડાના વાતાવરણને પવિત્ર બનાવે છે, સ્વાસ્થ્યલક્ષી સમસ્યા અને પરીવારમાંથી ક્લેશને દૂર કરે છે.

તુલસીને ઔષધિની સાથે સાથે પવિત્ર છોડ કહેવામાં આવે છે સાંજના સમયે તુલસીક્યારે દીપ પ્રગટાવવામાં આવે તો ક્યારેય આર્થિક સમસ્યા આવતી નથી. તુલસીદલને ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

આ વીડિયો જુઓ: આબુમાં નિર્મિત છે ગજાનનનું 200 વર્ષ જૂનું સ્થાનક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન