આ પ્લાન્ટ્સ આપશે એટલી ઠંડક, કે ગરમીમા નહિ ચાલુ કરવો પડે પંખો - Sandesh
  • Home
  • Food & Travel
  • આ પ્લાન્ટ્સ આપશે એટલી ઠંડક, કે ગરમીમા નહિ ચાલુ કરવો પડે પંખો

આ પ્લાન્ટ્સ આપશે એટલી ઠંડક, કે ગરમીમા નહિ ચાલુ કરવો પડે પંખો

 | 3:43 pm IST

ગરમીની સીઝન ધીરે ધીરે લોકોને અનુભવાઈ રહી છે. વાતાવરણ ગરમીમા તપવાનુ શરૂ થઈ ગયું છે. ત્યારે લોકો પંખો, કુલર, એસી લગાવીને રૂમને ઠંડક કરે છે. પણ તમે પ્લાન્ટ્સ લગાવીને પણ ઘરને ઠંડક રાખી શકો છો. જો તમને બાગાયતી શોખ છે, તો ઘર કે બાલ્કની કે બારીમાં વિશેષ પ્રકારના પ્લાન્ટ્સ લગાવો. આ પ્લાન્ટ્સ ઘરની હવાને તાજી રાખશે અને હવા શુદ્ધ પણ કરશે. આ પ્લાન્ટ્સ ઠંડક માટે બેસ્ટ ઓપ્શન છે. તો આજે આપણે એવા પ્લાન્ટ્સ વિશે જાણીએ, જે તમારી આસપાસના વાતાવરણને ઠંડું કરી દેશે.

એલોવેરા પ્લાન્ટ
તે બહુ જ લાભકારક અને રિફ્રેશિંગ પ્લાન્ટ છે, જેને ઘરમાં લગાવી શકાય છે. તે ન માત્ર ઘરના તાપમાનને ઓછુ રાખે છે, પરંતુ હવામાં નુકશાનકારક ફોર્મેડિહાઈડને પણ દૂર કરે છે. આ ઉપરાંત એલોવેરાના ફાયદા અનેક છે.

સ્નેક પ્લાન્ટ
આ એક અનોખો પ્લાન્ટ છે. અન્ય પ્લાન્ટ્સની જેમ સ્નેક પ્લાન્ટ પણ રાતમાં ઓક્સિજન છોડે છે અને તાપમાનમાં ઘટાડો કરે છે. આ પ્લાન્ટ વિષારી પદાર્થ જેમ કે, નાઈટ્રોજન, ઓક્સાઈડ, ટ્રાઈક્લોરોએથિલીન, બેન્જીન, ટોલ્યુનિ જેવા ત્તત્ત્વનો પણ શોષી લે છે અને હવાને શુદ્ધ બનાવે છે.

એરેકા પામ ટ્રી
શું તમે એવા પ્લાન્ટની શોધ કરી રહ્યા છો, જે પર્યાવરણને પણ ફાયદો પહોંચાડે, તો આ પ્લાન્ટ તમારી પસંદગીમાં આવશે. આ પ્લાન્ટ પ્રાકૃતિક રૂપે વાતાવરણમાં નરમાશ બનાવીને રાખે છે, જેનાથી તમારું ઘર ઠંડું અને આરામદાયક લાગે છે. તે હવામાંથી નુકશાનદાયક પદાર્થોને પણ દૂર કરે છે.

ફર્ન
નાસાના રિસર્ચ અનુસાર, ફર્ન પ્લાન્ટ વાતાવરણમાં નરમાશ બનાવવાનો સૌથી ઉત્તમ પ્લાન્ટ છે. રૂમની હવાને સાફ કરવામાં અને તાજગીસભર રાખવાની સાથે સાથે તે ગરમીને પણ ઓછી કરી દે છે. તમારી બાલ્કનીમાં ફર્ન પ્લાન્ટ જરૂર રાખજો, તેનો દેખાવ પણ બહુ જ સારો છે.

ગોલ્ડન પોથોસ
આ પ્લાન્ટને સિલ્વર લાઈન કે ડેવિલ્સ એવી પણ કહેવાય છે. તેના સદાબહાર જેવા પાંદડા તમારા રૂમની શોભા વધારે છે અને સાથે જ હવામાં રહેલી અશુદ્ધીઓને દૂર કરે છે. તે ગરમીમાં ઘરને ઠંડક રાખે છે. તેને સાચવવું પણ આસાન છે. તેમજ તેને વધુ પાણીની જરૂર પણ નથી પડતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન