Plasma Therapy Is Not Effective On Serious Covid Patients Research
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક શોધમાં થયો દાવો, કોવિડના ગંભીર દર્દીઓ પર કારગર નથી પ્લાઝ્મા થેરાપી

એક શોધમાં થયો દાવો, કોવિડના ગંભીર દર્દીઓ પર કારગર નથી પ્લાઝ્મા થેરાપી

 | 7:14 pm IST
  • Share

વર્ષ 2019માં શરુ થયેલી મહામારીનો અંત આવતો દેખાતો જ નથી. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસ સામે આવતા જ રહે છે. ત્યારે આ અંગે ઘણા સંશોધનો વિશ્વભરના વૈજ્ઞાનિકો કરી રહયા છે. ત્યારે હવે આ બીમારી અંગે એક નવી શોધ સામે આવી છે. જર્નલ નેચર મેડિસિનમાં છપાયેલા આ સંશોધન પ્રમાણે કોરોના સંક્રમણથી ગંભીર દર્દીઓમાં મૃત્યુનું જોખમ ઓછું કરવામાં પ્લાઝ્મા થેરાપી કારગર નથી.

આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે પ્લાઝ્મા થેરાપીથી સંક્રમિત દર્દીઓને કોઈ મદદ નથી મળતી પણ એના કારણે દર્દીઓ પર ખરાબ અસરોના કેસ સામે આવ્યા છે. કેનેડા, અમેરિકા અને બ્રાઝિલના 72 હોસ્પિટલમાં દાખલ 940 દર્દીઓ પર આ શોધ કરવામાં આવી.

પ્લાઝ્મા થેરાપી લેતા કુલ દર્દીઓમાંથી 33.4 ટકા દર્દીઓને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઓછું થઇ જવું, શ્વાસ લેવામાં તકલીફ પાડવી જેવી સમસ્યાઓ જોવા મળી. જયારે જે લોકોને પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી ન હતી, એ દર્દીઓમાં 26.4 ટકાને જ આ પ્રકારની સમસ્યાઓ આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન